________________
૨૦
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ કરેલી છે. જેમ કોઈ મનુષ્ય પોતે જાતે જ રાત્રિના સમયે વરૂનાં પગલાં રેતીમાં ચિતરે અને લોકોને કહે કે આજે રાત્રે આ ગામમાં વરુ (જંગલી પ્રાણી) આવ્યું હોય તેમ લાગે છે. લોકો તેને સાચું માની લે છે અને ભયભીત થઈને ઘરમાં ભરાઈ જાય છે. તેમ જો પાપ કરશો તો પરભવમાં નરક-નિગોદના ભવ આ જીવ પામશે અને ઘણો દુ:ખી થશે. આવા ભયો કોઈ મૂર્ખ મનુષ્ય જ કહે છે, તે સાંભળીને લોકો ભયભીત થયા છતા તપ-જપના કાર્યમાં (ધર્મના કાર્યમાં) જોડાઈ જાય છે. પરંતુ વાસ્તવિક તેમ નથી. કારણ કે વરુનાં પગલાં ભય બતાવનારાએ પોતે જ કર્યાં હતાં, લોકોએ તેને સાચું માની લીધું હતું. તેમ અહીં પણ સમજવું. માટે આ પુણ્ય-પાપની તો કલ્પના માત્ર જ છે. વાસ્તવિક પુણ્ય-પાપ જેવું કોઈ તત્ત્વ જ નથી.
તથા વળી કોઈ બાળક ઘણું રડે ખોટી જિદ કરે ત્યારે તેની માતા તેને હાઉ=ખોટો ભય બતાવે છે. તેથી બાળક ભયભીત થઈને શાંત થઈ જાય છે. તેમ આ જીવને નરક-નિગોદનાં દુઃખોનો ભય જ જણાવાય છે. પરમાર્થે નરક-નિગોદ કે દેવલોક જેવો કોઈ પરભવ જ નથી, ઋષિ મુનિઓ પોતે સંસારમાં સુખ ભોગથી વંચિત રહ્યા છે અને સંસારી લોકોને આવો ભય જણાવી સુખભોગથી વંચિત રાખે છે અને તપ-જપ આદિ ધર્મક્રિયા કરાયાનો પોતે આનંદ માણે છે અને લોકો પાસે આવો આનંદ મનાવે છે. વાસ્તવિકપણે આ સઘળું ય મિથ્યા છે.
વૃકપદની કથા આ પ્રમાણે છે કોઈ એક નાસ્તિક પુરુષ હતો. તેની પત્ની ઘણી જ આસ્તિક હતી. તેથી તે પત્ની જીવ, પૂર્વભવ, પરભવ, * પુણ્ય-પાપ, નરક-નિગોદ આદિ તત્ત્વો ઉપર ઘણા જ વિશ્વાસવાળી હતી. તે નાસ્તિક પુરુષ પોતાની બુદ્ધિથી અને પોતાના માનેલા શાસ્ત્રોથી પોતાની પત્નીને કાયમ સમજાવતો હતો કે સ્વર્ગ-નરક કે મોક્ષ જેવું કશું જ નથી. પરંતુ તેની પત્ની આ વાત સ્વીકારતી ન હતી અને કહેતી હતી કે પ્રત્યક્ષ
ન
――――