________________
સમ્યક્તનાં પ્રથમ સ્થાનનું વર્ણન
૧૯ નહિ પરલોક ન પુણ્ય ન પાપ, પામ્યું તે સુખ વિલસો આપી વૃકપદની પરિ ભય દાખવઈ, કપટી તપ-જપની મતિ ઠવાઈ lika
ગાથાર્થ - પરલોક નથી, પુણ્ય અને પાપ પણ નથી, તમને જે પ્રાપ્ત થયું છે તે સુખ મજાથી ભોગવો. કપટી માણસો વરૂનાં પગલાં પોતાની હથેળીથી કરીને લોકોમાં ભય પમાડે છે અને લોકોને તપ, જપ કરવાના સ્વરૂપવાળો ધર્મ સમજાવે છે. મેટ
બાલાવબોધ - (૧) રાનડું મતÉ પરત્નો નથી, પુષ્ય नथी, पाप नथी । ते इम कहइ छई - जे पाम्युं सुख छइ ते पोतई विलसो, वर्तमान सुख मुकी नइ अनागत सुखनी वांछा करवी ते खोटी, सुख भोगमा जे नरकादिकनो भय देखाडइ छइ, ते माता जिम बालकनइ “हाउ" देखाडइ छइ, तिम लोकनइ भोलवीनइ कपटी पोतइ भोगथी चूका, बीजानइ चूकावइ छइ, अनइ तप-जप कराव्यानी बुद्धि करइ छइं ॥८॥
ભાવાર્થ - આ ચાર્વાકદર્શનકારના મત પ્રમાણે પરભવ નથી, પુણ્યકર્મ નથી, પાપકર્મ પણ નથી. કારણ કે આયુષ્ય પૂર્ણ થાય છે, ત્યારે મૃત્યુ થતાં શરીર બળીને રાખ થાય છે, ચેતના શરીરજન્ય હોવાથી ચેતના પણ નાશ પામે છે. માટે આત્મા જેવું સ્વતંત્ર કોઈ દ્રવ્ય નથી. જો ચેતનદ્રવ્ય જ ન હોય તો પરભવમાં જવાનું અને ત્યાં સુખ પામવાનું રહેતું જ નથી. તેથી આ ચાર્વાકદર્શનકાર કહે છે કે વર્તમાનભવમાં જે સુખ મળ્યું છે, તે બરાબર રીતે ભોગવો, સુખપૂર્વક વિલાસ કરો, આનંદચમન માત્ર કરો. વર્તમાન ભવનાં સુખને ત્યજીને અનાગત (આવતા ભવના) સુખની વાંછા કરવી તે ખોટું છે. એટલું જ નહીં, પણ મૂર્ખાઈ છે. વાસ્તવિક રીતે પુણ્ય-પાપ વિગેરે તત્ત્વો કાંઈ છે જ નહીં, કોઈ મૂર્ખ મનુષ્ય જ સ્વમતિ પ્રમાણે પુણ્ય-પાપની કલ્પના માત્ર