________________
૩૬૨
સમ્યક્ત જસ્થાન ચઉપઈ છ જીવનિકાયોનું સ્થૂલજ્ઞાન જે જીવોએ પ્રાપ્ત કર્યું હોય તેવા જીવોમાં બાહ્ય આચારોનું પાલન સારું આવી શકે છે પરંતુ છે જીવનિકાયનો સૂક્ષ્મ બોધ ન હોવાના કારણે ક્યાં કોને ગૌણ પ્રધાન કરવું? તે આવડે નહીં. તેથી અવસરે ગુરુ લઘુભાવનું આલંબન લઈ શકે નહીં. આ કારણે જ આવા જીવો આવા પ્રકારના સ્કૂલબોધમાં જ વિશ્રાન્ત થઈ જાય છે. પછી ઊંડું જ્ઞાન પ્રાપ્ત કરવાનું ત્યજી દે છે અને આચાર પાલનમાં જ પોતાની સમાપ્તિ માની લે છે.
પરંતુ વિશેષ આત્મશુદ્ધિના અનન્ય ઉપાયભૂત સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રોના પ્રત્યે જેઓ ઉપેક્ષાભાવ સેવે છે આવું સૂક્ષ્મ જ્ઞાન મેળવવું તે માથાકૂટ લાગે છે. મગજ કંટાળે છે. આવા જીવોનો તે પ્રમાદભાવ કહેવાય. આવા જીવો ચારિત્રની આચરણા કદાચ અપ્રમત્તભાવથી કરી શકે તો પણ તે ચારિત્રની શુદ્ધિ અર્થાત્ નિર્મળતા પ્રાપ્ત ન કરી શકે. ચારિત્રશુદ્ધિના પ્રબળ ઉપાયભૂત એવી આ જ્ઞાનપ્રાપ્તિમાં આવા જીવો જે પ્રમાદ સેવે છે તેનાથી તેમના ચારિત્રપાલનના હેતુની શુદ્ધિ થતી નથી.
તથા ચારિત્ર સારું પાળે તો પણ સૂક્ષ્મજ્ઞાન ન હોવાથી ક્યાં ક્યારે કયા અતિચારો લાગી જાય છે તેનું ભાન ન હોવાથી ચારિત્રપાલનમાં સ્વરૂપથી પણ શુદ્ધિ સંભવી શકતી નથી. ચારિત્રપાલનમાં દીર્ધદષ્ટિ ન પ્રવર્તતી હોવાથી વિશેષવિવેકના અભાવે અનુબંધશુદ્ધિ પણ આવી શકતી નથી. આમ સ્કૂલબોધવાળાને હેતુથી સ્વરૂપથી અને અનુબંધથી ચારિત્રની શુદ્ધિનો અભાવ હોય છે.
પરંતુ સૂક્ષ્મબોધવાળાને જો પોતે જ ગીતાર્થ હોય તો પોતાના જ જ્ઞાનથી અને જો પોતે ગીતાર્થ ન હોય તો ગીતાર્થની નિશ્રાથી ચારિત્રપાલનમાં સાવધાનતા (અપ્રમત્તભાવ) આવે છે. તેનાથી અનાસક્તિભાવ પ્રગટે છે. આ રીતે આવા સૂક્ષ્મબોધવાળા જીવમાં હેતુથી સ્વરૂપથી અને અનુબંધથી વધારે વધારે શુદ્ધિ કરાવે તેવું જ્ઞાન પ્રાપ્ત