________________
છ સ્થાનોનો ઉપસંહાર
૩૬૩ કરવું જરૂરી છે. માટે ગીતાર્થને ચારિત્ર હોય અથવા ગીતાર્થનિશ્રિતને ચારિત્ર હોય છે. ઓઘનિર્યુક્તિ નામના ગ્રંથમાં કહ્યું છે કે –
કાં તો ગીતાર્થ થઈને વિચારવું અથવા ગીતાર્થની નિશ્રાએ વિચરવું” આ બે પ્રકારના વિહાર જ આત્મકલ્યાણક કરનાર છે. આ બે વિના ત્રીજો કોઈ વિહાર જ્ઞાની ભગવંતો વડે કહેવાયો નથી.”
આવા પ્રકારનો આ સાક્ષીપાઠ જાણવો ઉપરના સાક્ષીપાઠથી ફલિત થાય છે કે સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રોના વિશિષ્ટ જ્ઞાનવાળા ગીતાર્થ એવા જે મહાપુરુષો છે તે જો ક્રિયાસંપન્ન હોય તો ત્યાં જ ભાવ ચારિત્ર છે. તથા આવા જ્ઞાનીની નિશ્રામાં રહેતા અગીતાર્થમુનિને પણ ગીતાર્થનિશ્રા હોવાથી ભાવચારિત્ર હોઈ શકે છે. ગીતાર્થનિશ્રિતને જે ભાવ ચારિત્ર હોય આમ કહ્યું તે ઉપચારથી સમજવું. કારણ કે આ આત્મા અગીતાર્થ છે. પરંતુ તેને ગીતાર્થનું જ્ઞાન ઉપકારક બને છે. માટે ગીતાર્થના જ્ઞાનનો જીવમાં ઉપચાર કરાય છે. તેનાથી આવા જીવોની ધર્મપ્રવૃત્તિ નિયંત્રિત હોય છે. માટે તેમનામાં પણ ગીતાર્થની નિશ્રાથી સમ્યગ્વારિત્ર છે આમ સ્વીકાર કરાય છે.
ગીતાર્થ મહામુનિમાં તો પોતાની જ સૂક્ષ્મપ્રજ્ઞા છે અને તે જ યથાયોગ્ય રીતે હેયોપાદેયમાં નિવૃત્તિ-પ્રવૃત્તિ કરે છે અને કરાવે છે. માટે આ જીવ સર્વારાધક કહેવાય છે પણ જે ગીતાર્થ નથી અને ગીતાર્થની નિશ્રામાં પ્રવર્તે છે. આવા જીવો ગીતાર્થ જેમ કહે તેમ પ્રવર્તે છે. તેથી જ્ઞાન ગીતાર્થનું કામ આવે છે અને ચારિત્રપાલન અગીતાર્થનું કામ આવે છે તેથી પોતે અગીતાર્થ હોવા છતાં પણ ગીતાર્થનિશ્રિત હોવાથી પોતાની સૂક્ષ્મપ્રજ્ઞા નથી. પણ ગીતાર્થની સૂક્ષ્મપ્રજ્ઞા પ્રમાણે ચાલે છે. માટે આવા જીવો દેશારાધક કહેવાય છે. પરંતુ ગીતાર્થની જેવા સર્વારાધક બની શકતા નથી. માટે તેઓ ભાવચારિત્રવાળા નથી. આ પ્રમાણે પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ બનાવેલા ધર્મપરીક્ષા નામના ગ્રંથમાં કહ્યું છે. વિશેષ ત્યાંથી જોઈ લેવા વિનંતિ છે. ૧રપી.