________________
છ સ્થાનોનો ઉપસંહાર
૩૬૧
"जं सम्मं ति पासहा, तं मोणं ति पासा । जं मोणं ति पासहा, तं सम्मं ति पासहा ॥
(આવારાંપ્રથમશ્રુત ંત્ર્ય, મધ્ય ૧, ૩ રૂ) આચારાંગસૂત્રમાં આ ગાથામાં સમ્યક્ત્વ અને મૌનભાવની વ્યાપ્તિ જણાવેલી છે. “જ્યાં જ્યાં સમ્યક્ત્વ છે ત્યાં ત્યાં મૌનભાવ (બાહ્યભાવથી વિરમણતા) છે અને જ્યાં જ્યાં મૌનભાવ (લેશમાત્ર પણ કર્મબંધ થાય તેવા બાહ્યભાવનો અભાવ) છે ત્યાં ત્યાં અવશ્ય સમ્યક્ત્વ છે.
હવે લેશમાત્ર પણ કર્મબંધ ન થાય તેવો મૌનભાવ તત્ત્વોના સૂક્ષ્મ જ્ઞાન વિના આવી શકે નહીં. તેથી આ જીવ બરાબર સંયમ પાળે. અપ્રમાદી રહે અને અપ્રમાદી થઈને આવો સૂક્ષ્મ બોધ પ્રાપ્ત કરવા ઘણો પ્રયત્ન કરે તો જ સૂક્ષ્મબોધ હોઈ શકે. સ્થૂલબોધવાળા જીવોમાં સંપ્રમુગ્ધજ્ઞાન (શંકાવાળું ઉપરછલ્લુ જ્ઞાન) હોવાથી આવો મૌનભાવ ત્યાં આવતો નથી. તેથી મૌનભાવ ન આવવાના કારણે સમ્યક્ત્વ પણ આવા જીવોમાં આવતું નથી. માટે આવા જીવો ચારિત્ર પાળવા છતાં (સમ્યક્ત્વ પામ્યા નથી માટે) ચારિત્રનો સાર પામતા પણ નથી. માટે આવા પ્રકારના અલ્પજ્ઞાનથી સંતોષ માનવો નહીં. ઉંડા શાસ્ત્રજ્ઞાની થવા પ્રયત્નશીલ બનવું. પ્રશ્ન :- ભાવચારિત્ર મેળવવા માટે કેટલું જ્ઞાન પ્રાપ્ત કરવું જરૂરી છે ?
ઉત્તર ઃ- ચારિત્રમાં હેતુ-સ્વરૂપ અને અનુબંધની શુદ્ધિવાળું જ્ઞાન પ્રાપ્ત થાય તો જ ચારિત્રની શુદ્ધિ પ્રાપ્ત થવી સંભવે છે. આવા પ્રકારનું જ્ઞાન, જૈનશાસ્ત્રોનો અતિશય સૂક્ષ્મતાપૂર્વક અભ્યાસ કરવાથી, સ્વદર્શન અને પરદર્શનનાં શાસ્ત્રોની સમ્યભાવે પરીક્ષા કરીને નયોની અપેક્ષાપૂર્વકનું યથાર્થ નિશ્ચયજ્ઞાન મેળવવાથી જ થાય છે. કારણ કે આવું નિશ્ચિત જ્ઞાન જ નિશ્ચયચારિત્રનું કારણ બને છે.