________________
૩૬૦
સમ્યક્ત જસ્થાન ચઉપઈ આ જ વાતની સાક્ષી આચાર્ય શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીએ સન્મતિતર્ક કાર્ડ ૩, ગાથા ૬૭ માં કહી છે. તે ગાથાનો સાર આ પ્રમાણે છે -
“ચરણસિત્તરી અને કરણસિત્તરી પાળવામાં જેઓ ઉદ્યમી છે. પરંતુ સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રમાં શું કહ્યું છે ઈત્યાદિ જ્ઞાન પ્રાપ્ત કરવામાં પ્રયત્નવિનાના છે તેવા આત્માઓ ચારિત્ર અને ક્રિયાનું નિશ્ચયથી જે શુદ્ધ ફળ છે તે સારભૂત ફળને પામતા નથી.” (સન્મતિતર્ક કાષ્ઠ ૩, ગાથા-૬૭)
અહીં કદાચ કોઈક આવો પ્રશ્ન કરે કે દશવૈકાલિકસૂત્ર “ઢમાં ના તો થા” કહ્યું છે. છ જીવનકાયની અહિંસાનું પાલન કરવા માટે તેમાં ઉપયોગી જીવ અજીવ આદિ નવતત્ત્વોનું જ્ઞાન જરૂરી છે. બાકી વધારે ઘણું જ્ઞાન ભણવાની કંઈ જરૂર નથી. આટલું જ જ્ઞાન બસ છે. આવો કોઈ પ્રશ્ન કરે તો તે પ્રશ્ન બરાબર નથી.
સ્થૂલ જ્ઞાનમાત્ર હોય તો તેનાથી ચારિત્ર પણ સ્કૂલ જ આવે. વિશિષ્ટચારિત્ર પ્રાપ્ત થાય નહીં. આવા જીવો વિશિષ્ટ જ્ઞાન ન હોવાથી વિશિષ્ટ આરાધક બની શકતા નથી. માત્ર દેશથી જ આરાધક બની શકે છે. પરંતુ વિશિષ્ટ એવું ભાવચારિત્ર આવા જીવમાં આવી શકતું નથી. એટલે આટલા અલ્પજ્ઞાનમાત્રથી આત્મકલ્યાણ સાધવું શક્ય નથી. આવા પ્રકારના ઉપરછલ્લા અલ્પજ્ઞાનમાત્રથી સંતોષ કરવો તે ઉચિત નથી.
પ્રશ્ન થાય કે વિશિષ્ટ ચારિત્ર પ્રાપ્ત કરવા માટે કેટલું જ્ઞાન મેળવવું જરૂરી ગણાય? તેનો ઉત્તર આપતાં કહે છે કે, “હેતુ, સ્વરૂપ અને અનુબંધાદિના જ્ઞાન વિના ચારિત્રની શુદ્ધિ થતી નથી. માટે ચારિત્રની શુદ્ધિ માટે પણ આવું આત્મપરીક્ષારૂપ નિશ્ચયજ્ઞાન પ્રાપ્ત કરવું અતિશય જરૂરી છે, નિશ્ચયજ્ઞાન જ નિશ્ચયચારિત્રને લાવે છે. આચારાંગસૂત્રમાં કહ્યું છે કે