________________
છ સ્થાનોનો ઉપસંહાર
૩૪૫ ગાથાર્થ :- જેમ છુટાં છુટાં રત્નો તે માળા નથી. પરંતુ પરસ્પર યથાસ્થાને પરોવાયેલાં એવાં તે રત્નો જ માળા છે તેમ એકેક દર્શન તે એકાત્તઆગ્રહી હોવાથી સાચાં નથી. પરંતુ પરસ્પર લઢી-લઢીને વિંડબના જ પામે છે. સ્યાદ્વાદરૂપી દોરાથી ગુંથાયેલાં રત્નો હારની જેમ સમકિતદર્શને કહેવાય છે. અહીં સમુદ્રનો અંશ અને સમુદ્રમાં જેમ ભેદ છે તેમ નય અને પ્રમાણમાં ભેદ સમજવો. ૧૨ ૧l
ટબો :- છુટાં રત્નન માતાપર્યાય , પોથાં દો तिवारइ मालापर्याय कहिइं, तिम इकेकदर्शन छुटां छइ, ते एकान्ताभिनिवेशइ साचां न कहिइं, आपइ आप विगोयां, स्याद्वादसूत्रई ते गुंथ्यां हुइ, तिवारइं सम्यग्दर्शन कहिइं, स्यात्कारइं एकान्ताभिनिवेश टलई
जिम मालाकारनइ पुष्पादिक सिद्ध छइ. तेहनो योजनमात्र व्यापार, तिम सम्यग्दृष्टिनइ, सिद्धदर्शनइ विषइ स्याद्वादयोजनमात्र व्यापार छइ तावतेव जिनं जगत/समुद्रअंश नइ समुद्रमां जेटलो भेद, તેટત્નો નયપ્રમાણમાં (એ) નાવો વત્ત ૨ –
न समुद्रोऽसमुद्रो वा, समुद्रांशो यथोच्यते । नाप्रमाणं प्रमाणं वा, प्रमाणांशस्तथा नयः ॥१२१॥
વિવેચન :- જેમ છુટા છુટાં રહેલાં જે રત્નો છે તે રત્ન હોવા છતાં તેને માળા કહેવાતી નથી. પરંતુ તે જ રત્નોને સમ્યગુ રીતે દોરામાં ગુંથાયાં હોય (પરોવાયાં હોય) તો તે જ રત્નો પોતે જ માળાપર્યાયને પામે છે. રત્નોથી માળાપર્યાય એકાત્તે ભિન્ન હોતો નથી. તેવી જ રીતે સર્વે પણ દર્શનો તે એક એક નય ઉપર ચાલનારા છે તેથી તે રત્નભુત હોવા છતાં પણ જ્યાં સુધી તે રત્નો પરસ્પર જોડાય નહિ, સ્યાદ્વાદરૂપી એક દોરામાં ગોઠવાય નહીં. પરોવાય નહીં ત્યાં સુધી માળાપર્યાયને પામે નહીં અને એકાદ રત્ન ખોવાઈ પણ જાય પરંતુ સ્યાદ્વાદરૂપી દોરાથી જ્યારે