________________
સમ્યક્ત્વ ષસ્થાન
ચઉપઇ
જો કે સ્યાદ્વાદી પુરુષ એકાન્ત ક્ષણિકવાદમાં કે એકાન્ત નિત્યવાદમાં ફસાતો નથી. તો પણ સામે એકાન્તવાદ વાળો જીવ આવ્યો હોય તો તેની તે એકાન્તવાદની મતિનું નિવારણ કરવા માટે તે પોતે પણ પ્રતિસ્પર્ધીભાવે વિરોધી એવા બીજા એકાન્તવાદનો સ્વીકાર કરીને તેના એકાન્તવાદનો આ જીવ અવશ્ય પ્રતિકાર કરે છે અને રાજસભા આદિમાં (એકાન્તવાદનું) તેનું ખંડન પણ કરે છે. પરંતુ સાચા અનેકાન્ત માર્ગની વૃદ્ધિ કરવાના આશયમાત્રથી જ આમ કરે છે પરંતુ કોઈ નયના એકાન્ત આગ્રહના પક્ષથી આમ એકાન્તવાદ ક્યારેય આ સ્યાદ્વાદી જીવ સ્વીકારતો નથી.
૩૪૪
એકાન્તવાદીઓમાં પણ જેઓ સાચા તત્ત્વના પક્ષપાતી છે પરંતુ પોતાની અજ્ઞાનદશાના કારણે જેઓને એકાન્તવાદનો ભ્રમ થયેલો છે તેના વાતાવરણમાં જેઓ અંજાઈ ગયા છે પરંતુ જો યોગ્ય જ્ઞાની ગુરુનો સમાગમ થાય તો સ્યાદ્વાદને પામે તેવા છે. તેઓ પણ સ્યાદ્વાદના સન્મુખ ભાવવાળા છે પરંતુ જેઓ પોતાની માન્યતાવાળા દર્શનના અતિશય પક્ષપાતી જ છે તેઓ પરસ્પર વાદવિવાદનું મહાભારત યુદ્ધ કરીને પરસ્પર લડતા બન્ને હાથીઓની જેમ એકબીજાનો વિનાશ કરે છે. ૫૧૨૦૦
અવતરણ :- છુટાં છુટાં રત્નો અને તે જ રત્નોની બનેલી માળાનું ઉદાહરણ આપીને એકાન્તવાદને માનનારાં દર્શનો અને જૈનદર્શનની વચ્ચેનો તફાવત સમજાવે છે -
છુટાં રત્નો ન માળા કહીઈ, માળા તેહ પરોયાં જી । તિમ એકેક દર્શન નવિ સાચાં, આપહિ આપ વિગોયાંજી। સ્યાદ્વાદ સૂત્રઇં તે ગુથ્યાં, સમકિતદર્શન કહીઈં જી 1 સમુદ્રઅંશની સમુદ્રતણી પરિ,
પ્રગટ ભેદ ઈહાં લહીઈ જી ||૧૨૧||