________________
છ સ્થાનોનો ઉપસંહાર
૩૪૩ આદિશબ્દથી અભેદના વ્યવહારનો આગ્રહ થયો છે. આમ આ ક્ષણવાદી બૌદ્ધ માને છે. ક્ષણે ક્ષણે વસ્તુ બદલાય જ છે તેથી નિયમા ક્ષણિક જ છે આવી બૌદ્ધદર્શનની દૃષ્ટિ છે.
આ જ પ્રમાણે જે નૈયાયિક વૈશેષિક અને સાંખ્યાદિ દર્શનકારો છે. તે નિત્યપક્ષમાં જ રક્ત છે (નિત્યવાદના આગ્રહી છે). તેઓને અનિત્યવાદના કથનવાળા નયમાં દોષ દેખાય છે. તે આ પ્રમાણે એકાન્ત નિત્યવાદી દર્શનકારો વસ્તુનું એકાન્ત નિત્યસ્વરૂપ માનવામાં અતિશય લીન છે. એટલે કે રક્ત છે. નિત્યવાદના આગ્રહી છે. તેથી અનિત્યવાદ માનનાર બૌદ્ધનું તેઓ સતત ખંડન કરે છે. નિત્યવાદીઓ અનિત્યવાદીને કહે છે કે તમે કોઈને ૫૦૦ કે ૧૦૦૦ હજાર રૂપિયા ઉછીના આપ્યા હોય તો માસ-બે માસ થયા પછી તમે તેની પાસે પાછા માગી શકતા નથી. કારણ કે તમારો મત તો ક્ષણિકવાદ છે. એટલે પૈસા લેનાર અને પૈસા આપનાર મહિના બે મહિનામાં ઘણા બદલાઈ ગયા. હવે માગવાના લેવાના કે દેવાના રહેતા જ નથી. આમ એકાન્તવાદી બીજાના દોષોને જ દેખે છે. પોતાની માન્યતામાં એકાન્ત આગ્રહી હોવાથી પોતાને જે દોષ આવે છે તેને જરા પણ દેખતા નથી.
આ પ્રમાણે એકાત્ત નિત્યવાદી અને એકાન્ત અનિત્યવાદી પોતપોતાના પક્ષના આગ્રહી હોવાથી પરસ્પર જ વિનાશ પામે છે, પરંતુ સર્વ નયો પ્રત્યે જે અપક્ષપાતી છે અને સર્વે પણ નયોનું યથાસ્થાને મુંજન કરીને સર્વ નિયોને યોગ્ય રીતિએ જે સ્વીકારે છે તે સ્યાદ્વાદી છે અને તેવા સ્યાદ્વાદીઓ શું કરે છે તે ગ્રંથકારશ્રી જણાવે છે કે -
એકાન્તક્ષણિકવાદીની અને એકાન્તનિત્યવાદીની આ લડાઈને જોવાનું કામકાજ કરે છે પરંતુ ગુણવાન એવો આ સ્યાદ્વાદી ત્યાં (તે લડાઈમાં) ઉતરતો નથી. તે સમજે છે કે સર્વે પણ વસ્તુઓ દ્રવ્યથી કથંચિ નિત્ય પણ છે અને પર્યાયથી કથંચિત્ અનિત્ય પણ છે.