________________
३४०
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ એક માળામાં ભેગાં ગુંથે છે. અર્થાત્ ભિન્ન ભિન્ન નયથી છએ દર્શનની માન્યતાને યથાસ્થાને ઉપયોગમાં જોડે છે. માટે તે પરિપૂર્ણ દર્શન હોવાથી સમ્યક્દર્શન છે.
સન્મતિતર્ક કાણ્ડ ૩ની ૬૯મી ગાથામાં કહ્યું છે કે - સર્વે પણ દર્શનો પોતપોતાના મતમાં આગ્રહી હોવાથી મિથ્યાત્વસ્વરૂપ છે. પરંતુ જ્યારે તેઓ (પોતાની એકાન્ત વાતને છોડીને) પરસ્પર સાપેક્ષતાવાળા થાય છે ત્યારે સમ્યક્ બને છે. જૈન દર્શન આવું જ છે અર્થાત્ મિથ્યાદર્શનના સમૂહાત્મક (એકાન્તવાદવાળાં) સર્વે પણ દર્શનો મિથ્યાત્વવાદી છે. પરંતુ પરસ્પર સાપેક્ષ થવાથી સમ્યવાદી બનેલાં એવાં આ દર્શનોના (સંગ્રહાત્મક) એવા જૈનદર્શનનું ભદ્ર (કલ્યાણ) હો. આવા પ્રકારનું આ જૈન દર્શન યાવચંદ્રદિવાકર સુધી જળહળતું રહો. ।।૧૧૯
અવતરણ :- બધાં જ દર્શનો પોતપોતાની માન્યતાના આગ્રહી હોવાથી પ્રતિસ્પર્ધી દર્શનની સાથે પરસ્પર હાથીની જેમ લડીને વિનાશ પામે છે જ્યારે જૈનદર્શન સ્યાદ્વાદી હોવાથી ત્યાં તટસ્થ રહીને કોઈપણ જાતના ઉપદ્રવ વિના વિજયવંત બને છે તે વાત સમજાવે છે નિત્યપક્ષમાંહી દૂષણ દાખે, નય અનિત્યપક્ષપાતી જી । નિત્યવાદમાંહી જે રાતા, તે અનિત્યનયઘાતી જી II માંહોમાંહિ લડે બે કુંજર, ભાંજઈ નિજકરદંતો જી । સ્યાદ્વાદસાધક તે દેખઈ, પડઈ ન તિહાં ભગવંતો જી ||૧૨૦||
ગાથાર્થ :- અનિત્યવાદના પક્ષપાતવાળો જીવ નિત્યવાદના પક્ષમાં દૂષણો આપે છે અને જે દર્શનવાદીઓ નિત્યવાદના પક્ષમાં રક્ત છે તે અનિત્યવાદના થાતી છે. આ પ્રમાણે નિત્યવાદ અને અનિત્યવાદને જ માત્ર માનનાર બે વાદીઓ બે હાથીઓની જેમ પરસ્પર લડે છે અને પોતાની સૂંઢ અને દાંતને ભાગે છે પરંતુ સ્યાદ્વાદના સાધક એવા ભગવંત તે બન્નેની લઢાઈ જુએ છે પણ તેવા વાદવિવાદમાં પડતા નથી. ૧૨૦