________________
છ સ્થાનોનો ઉપસંહાર
૩૩૯ અને તેને વળગેલું શરીર અને કર્મ એ સત્ત્વ રજસ અને તમસની બનેલી પ્રકૃતિ જ છે. તેના ઉત્તરભેદમાં ૧૧ ઈન્દ્રિયો, ૫ ભૂતો અને ૫ વિષયો વગેરે છે. આમ તેઓ માને છે. આમ આત્મા અને પ્રકૃતિ એમ બને તત્ત્વો માન્યા. પણ એકાન્તભેદ સ્વીકારતા હોવાથી મિથ્યાત્વ છે આ માન્યતા વ્યવહારનયના એકાન્તઆગ્રહવાળી છે.
સૌગત એટલે બૌદ્ધદર્શન. તેના ચાર ભેદ છે. સૌત્રાન્તિક વૈભાષિક-યોગાચાર અને માધ્યમિક આ દર્શનકારો અનુક્રમે ઋજુસૂત્રનયશબ્દનય-સમભિરૂઢનય અને એવંભૂતનય આમ આ ચાર નયના એકાન્તવાદી છે. આ ચારે નયોના એકાન્તવાદના આગ્રહમાંથી જ આ ચારે ભેદો જન્મેલા છે.
બૌદ્ધદર્શન ક્ષણિકવાદને માને છે. એટલે જે ક્ષણે જે પદાર્થનું જેવું સ્વરૂપ હોય છે. તે ક્ષણે તે પદાર્થનું તે ક્ષણ પુરતું જ તે સ્વરૂપ છે. બીજા ક્ષણે બીજો જ પદાર્થ આવે છે. આવી એકાન્તમાન્યતા છે માટે ઋજુસૂત્રનયના એકાન્તવાદમાંથી જન્મેલું આ દર્શન છે. આ પ્રમાણે બીજા ભેદો જે છે તેમાં વૈભાષિક દર્શનકારો શબ્દનયના એકાન્તવાદી યોગાચારવાદી સમભિરૂઢનયના એકાન્તવાદી અને માધ્યમિક બૌદ્ધો એવંભૂતનયના એકાન્તવાદી જાણવા.
મીમાંસક દર્શનકાર તથા ઉપલક્ષણથી વૈયાકરણીય આદિ અન્ય દર્શનકારો નયોના સંકરથી એટલે નયોની મિશ્રતાના એકાન્ત વાદમાંથી જન્મેલા છે. આ બધાં જ દર્શનકારો જુદા-જુદા નયવાદના એકાન્ત આગ્રહવાળા છે. માટે મિથ્યાત્વી છે સાપેક્ષદષ્ટિવાળા નથી.
જુદા જુદા નયોથી, જુદા જુદા ભાંગાઓથી અને જુદા જુદા પ્રમાણથી વસ્તુનું પરિપૂર્ણ સ્વરૂપ માનવાવાળું જો કોઈ દર્શન હોય તો તે જૈનદર્શન જ છે. જૈનદર્શન જુદા જુદા નયની અપેક્ષાએ છએ દર્શનોને