________________
૩૩૮
સમ્યક્ત ષસ્થાને ચઉપ ઉભયસ્વરૂપ છે આવા પ્રકારની સ્યાદ્વાદની દૃષ્ટિ છે જ્યારે તૈયાયિકવૈશેષિક એકાન્તવાદી હોવાથી પરમાણુરૂપ પૃથ્વીને કેવળ એકલી નિત્ય જ, અને કયણુકાદિ અંધાત્મક પૃથ્વીને કેવળ એકલી અનિત્ય જ માને છે. આમ તૈયાયિક-વૈશેષિક નિત્ય-અનિત્ય એમ બન્ને સ્વરૂપ માનતા હોવા છતાં નિત્ય માને ત્યાં અનિત્ય અને અનિત્ય માને ત્યાં નિત્ય ન માનતા હોવાથી એકાન્તવાદી છે. એટલે તે મિથ્યાત્વી છે. નૈયાયિક અને વૈશેષિકની આવી માન્યતા એકાન્તવાદવાળી હોવાથી મિથ્યાસ્વરૂપ છે. આ બાબતમાં ગ્રંથકારશ્રી સાક્ષીપાઠ આપે છે કે -
ઉલુકઋષિ વડે = વૈશેષિક દર્શનકાર વડે બને નયોનો સ્વીકાર કરીને પોતાનું શાસ્ત્ર બનાવાયું છે તો પણ તે મિથ્યાત્વ છે. કારણ કે પોતપોતાના વિષયના એકાન્ત આગ્રહને કારણે તે બને નયો પરસ્પર નિરપેક્ષ છે. માટે મિથ્યાત્વસ્વરૂપ છે. (વિશેષાવશ્યકભાષ્ય ગાથા ૨૧૯૫) | વેદાન્તદર્શન સંગ્રહનયના એકાન્તવાદના રંગથી રંગાયેલો છે. કારણ કે તેનું કહેવું છે કે “આ આત્મા સદા શુદ્ધદ્રવ્ય જ છે” અહીં સત્તાથી શુદ્ધ હોવા છતાં કર્મોથી મલીન પણ છે, પરંતુ આ બીજી બાજુની વાત તેઓએ કાઢી નાખી એટલે એકાન્તવાદ થવાથી મિથ્યાત્વ છે.
સમ્મતિતર્ક નામના ગ્રંથમાં કાષ્ઠ પ્રથમની ગાથા ૪ માં જ કહ્યું છે કે “દ્રવ્યાર્થિકનયની પ્રકૃતિ શુદ્ધ છે” એટલે કે દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી વસ્તુનું મૂળ સ્વરૂપ ગ્રહણ કરવામાં આવે છે તે નયની દૃષ્ટિએ સર્વે પણ આત્માઓ શુદ્ધસ્વરૂપવાળા-સહજાનંદ-સિદ્ધસ્વરૂપી છે. આ રીતે આ સંગ્રહનયની માન્યતામાં વેદાન્તદર્શન ભળેલું છે.
કપિલઋષિના શિષ્યો (સાંખ્યદર્શનકાર) પુરુષ-પ્રકૃતિ વગેરે ૨૫ તત્ત્વોને માનતા છતા વ્યવહારનયના એકાન્તઆગ્રહી છે. આત્મા એ પુરુષ