________________
છ સ્થાનોનો ઉપસંહાર
૩૩૭ પરંતુ તૈયાયિક અને વૈશેષિક પરમાણુરૂપ પૃથ્વી-પરમાણુરૂપ જલ પરમાણુરૂપ તેજ અને પરમાણુસ્વરૂપ વાયુને તથા આકાશ-કાલ-દિશાઆત્મા અને મનને એકાન્ત નિત્ય જ માને છે. ત્યાં દ્રવ્યની પ્રધાનતા કરી પરંતુ તે પરમાણુસ્વરૂપ પૃથ્વીમાં પણ પર્યાયો બદલાય છે તેથી પર્યાયને આશ્રયીને અનિયતા છે તેને તેઓ સ્વીકારતા નથી, માટે મિથ્યાત્વ છે.
તેવી જ રીતે કયણુકાદિ સ્કંધાત્મક પૃથ્વીમાં બે-ત્રણ-ચાર પરમાણુઓનો સંયોગ-વિયોગ હોવાથી એકાત્તે અનિત્યતા જ કહે છે પણ તેમાં રહેલા પરમાણુઓ સદા રહેવાવાળા હોવાથી કથંચિત્ નિત્યતા પણ છે તે આ વાદી સમજતો નથી. આ પ્રમાણે પરમાણુ આત્મક પૃથ્વીકાયમાં કેવળ એકલા નિત્યપણાનું જ ગ્રહણ કર્યું પણ કથંચિ અનિત્યપણુ ન સ્વીકાર્યું તથા કયણુકાદિ પૃથ્વીમાં કેવળ એકલું અનિત્યપણું જ માન્યું પણ કથંજિ નિત્યપણું ન સ્વીકાર્ય માટે આ રીતે તે મત મિથ્યાત્વ છે.
હવે પરમાણુઆત્મક પૃથ્વી-જલ-તેજ-વાયુ દ્રવ્યોમાં જો દ્રવ્યની પ્રધાનતા કરીએ તો નિત્યતા અવશ્ય છે જ, પરંતુ તે જ પરમાણુઆત્મક પૃથ્વી આદિ ચારે દ્રવ્યોમાં પરિવર્તન પામતા પર્યાયોની એટલે કે રૂપરસ-ગંધ-સ્પર્શ આદિની પરાવૃત્તિને ધ્યાનમાં લઈને જો તેની પ્રધાનતા કરીએ તો અનિત્યતા પણ છે જ. આમ પરમાણુઆત્મક પૃથ્વી જલતેજ-વાયુ આ ચાર દ્રવ્યોમાં નિત્યતા તથા અનિત્યતા એમ બને ભાવો છે પણ કેવળ એકલી નિત્યતા પણ નથી અને કેવળ એકલી અનિત્યતા પણ નથી.
તેવી જ રીતે ઘટ-પટાદિ દ્રવ્યોમાં અને કયણુકાદિ સ્કંધાત્મક દ્રવ્યોમાં આ સ્કંધો સંયોગ-વિભાગથી બને છે માટે અનિત્યતા તો છે જ. પરંતુ સાથે સાથે પુદ્ગલદ્રવ્યની પ્રધાનતા કરીએ તો તે કાયમ પુદ્ગલદ્રવ્ય સ્વરૂપે હોવાથી નિત્યતા પણ અંદર છે જ. આમ નિત્યતા-અનિત્યતા