________________
૩૩૬
સમ્યક્ત જસ્થાન ચઉપઈ આ સંસારમાં પરમાણુ-શુક-ચણક-ચતુરણુક સંખ્યાતાણુક અસંખ્યાતાણુક અને અનંતાણુક દ્રવ્યો છે. પૃથ્વી-જલ-તેજ-વાયુ-આકાશ આદિ નવ દ્રવ્યો છે. તેમાં પરમાણુ સ્વરૂપ જે પૃથ્વી આદિ દ્રવ્યો છે તે માત્ર નિત્ય જ છે. કારણ કે તે દ્રવ્યો અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેવાનાં છે માટે નિત્ય છે. '
પરંતુ ચણક, ચણક આદિ જે સ્કંધાત્મક પૃથ્વી-જળ-તેજ-વાયું દ્રવ્યો છે તે કાર્યરૂપ દ્રવ્યો છે. આ કાર્યરૂપ દ્રવ્યો અનિત્ય જ છે. કારણ કે બે-ત્રણ-ચાર આદિ પરમાણુઓના સંયોગથી બન્યાં છે અને કાળાન્તરે વિનાશ પામનારાં પણ છે. માટે કેવળ અનિત્ય જ છે. એટલે પરમાણુ
સ્વરૂપવાળી પૃથ્વી નિત્ય જ અને કયણકાદિ અંધાત્મક પૃથ્વી અનિત્ય જ છે. આમ એકાન્તવાદ માને છે.
આ નૈગમનય તે સામાન્ય અને વિશેષ એમ ઉભયનયાત્મક છે. એટલે નયક્રયાત્મક છે બને નયની વાત પોતે માને છે પણ સ્વતંત્રપણે માને છે. માટે મિથ્યાત્વ જ છે જે નિત્ય છે તે પરમાણુ પૃથ્વી આદિ અનિત્ય નથી જ અને કયણુકાદિ જે પૃથ્વી છે તે અનિત્ય જ છે. પણ નિત્ય નથી. આમ એકાન્તવાદ માનતો હોવાથી મિથ્યાત્વ છે.
જો કે એક જ વસ્તુમાં દ્રવ્યને પ્રધાન કરીને તો તે જ દ્રવ્યને નિત્ય માનવામાં આવે અને તે જ વસ્તુમાં પર્યાયને પ્રધાન કરીને તો તે જ દ્રવ્યને અનિત્ય પણ માનવામાં આવે ત્યારે કોઈ પણ એક વસ્તુમાં જ વારાફરતી પ્રધાનતાની અપેક્ષાએ ઉભયનયનો અભ્યપગમ (સ્વીકાર) થાય છે. આમ ઉભયનય ક્રમસર સ્વીકારવાથી આ માન્યતા પ્રમાણરૂપ બને છે. માટે આવી ક્રમસર બને નયની માન્યતાવાળી દૃષ્ટિને સત્વરૂપ માનવામાં આવી છે. કારણ કે વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ પણ તેવું જ છે. માટે યથાર્થવાદ છે.