________________
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ
આ નયવાદ સાપેક્ષવાદ છે અપેક્ષાપૂર્વકની વાત છે. માટે નયવાદ સ્તુતિયોગ્ય પણ નથી અને નિંદા યોગ્ય પણ નથી. તે નયવાદ એ જ્ઞાનગુણ હોવાથી સદા પૂજ્ય છે. આ પ્રમાણે શાસ્રકારનું કથન હોવાથી સમ્યગ્દષ્ટિ આત્મા ક્યારેય પણ કારણ વિના નયવાળી ભાષાને વખાણે પણ નહીં અને નિંદે પણ નહીં માત્ર યથાસ્થાને તેનો ઉપયોગ કરે.
૩૩૦
જો સમ્યગ્દષ્ટિ આત્મા ગીતાર્થ હોય તો (પ્રયોજન વિના) નયભાષા (નયપૂર્વકની ભાષા) ન બોલે અને જે ગીતાર્થ ન હોય તેવા સમ્યગ્દષ્ટિ તો અભ્યાસ ન હોવાથી આટલા ઉંચા તત્ત્વની પ્રરૂપણા કરે નહીં. પરંતુ ગીતાર્થ મહાત્માઓ પાસે રહીને અભ્યાસ કરવા માટે વધારે વધારે પ્રયત્ન જ કરે.
તથા જે ગીતાર્થ મહાત્મા છે તે સામી વ્યક્તિને બોધ કરાવવાના આશયથી પ્રમાણભાષા બોલે. કારણ કે પ્રમાણવાળી ભાષા બોલવાથી શિષ્યોને યથાર્થ બોધ થવાનો સંભવ છે.
દશવૈકાલિક સૂત્રમાં તેવા ગીતાર્થને સામે રાખીને કહ્યું છે અવધારણી ભાષા (જકારવાળી ભાષા અર્થાત એક નયવાળી ભાષા) અને સામેના જીવને અપ્રીતિ થાય તેવી ભાષા ઉત્તમ આત્માએ બોલવી જોઈએ નહીં. કારણ કે જ્યાં જે નયની પ્રધાનતા કરવાથી જીવનું હિત થાય, કલ્યાણ થાય ત્યાં તેવા નયવાદવાળી ભાષા સદા પૂજ્ય છે.
“કારણ વિના નયવાળી ભાષા ન બોલે” એનો અર્થ એવો કરવો કે કોઈ એવું વિશિષ્ટ કારણ ઉપસ્થિત થયું હોય તો નયવાળી ભાષા પણ બોલે, આમ હોવાથી જ શ્રોતા જ્યારે કોઈ એકનયનો ઘણો આગ્રહી જ હોય તો તેને બન્ને નયોવાળું વસ્તુ સ્વરૂપ સમજાવવા માટે સામેના જીવના ક્ષયોપશમને અનુરૂપ પ્રતિસ્પર્ધી બીજા એક નયની પ્રરૂપણા પણ ગીતાર્થ મહાત્મા મુનિ કરે. ॥૧૧૭।।
અવતરણ :- નયવાદી અને સ્યાદ્વાદવાદી પદાર્થના સ્વરૂપને કેવી