________________
છ સ્થાનોનો ઉપસંહાર
૩૨૯ સર્વે પણ નયો પોત પોતાના વિષયને સ્વીકારે છે અને બીજા વિષયમાં તે મૌન રહે છે. આવી નિયોની રચના હોય છે. આમ સમ્યગ્દષ્ટિ જીવ સમજે છે એટલે આ નય ખોટું કહે છે એમ કહીને તેની નિંદા કરવાની રહેતી નથી તથા આ નય સાચું જ કહે છે. આમ કહીને તેની આવી સ્તુતિ કરવાની પણ રહેતી જ નથી. માટે જ સમ્યગ્દષ્ટિ જીવ સર્વ નયોની વાત સાંભળે છે, જાણે છે અને યથાસ્થાને જોડે છે. પરંતુ કોઈ નયની વાતમાં તે રંગાઈ જતો નથી કે વૈરાયમાન વૃત્તિવાળો પણ બનતો નથી. જે નય જે અપેક્ષાએ વાત કરતો હોય છે તે નય તે અપેક્ષાએ સાચો પણ જરૂર છે.
જેમ આપણને કોઈ પ્રશ્ન કરે કે “અમદાવાદ શહેર” કઈ દિશામાં આવ્યું? તો પાલનપુરમાં રહેનારો જો ત્યાં બેઠો હોય તો તુરત બોલી ઉઠશે કે અમદાવાદ દક્ષિણમાં આવ્યું? રાજકોટમાં રહેનારો બેઠો હશે તો તે તુરત બોલી ઉઠશે કે ના, અમદાવાદ તો પૂર્વમાં આવ્યું. એટલામાં સુરતમાં રહેવાવાળો જો તે સભામાં બેઠો હશે તો તે વધારે પાવરથી બોલી ઉઠશે તમે બને ખોટા છે અમદાવાદ તો ઉત્તરમાં આવ્યું. એટલામાં કપડવંજ રહેનારો બેઠો હશે તો કહેશે કે અમદાવાદ તો પશ્ચિમમાં આવ્યું? આ ચારે વાદીની વાત પોતપોતાના નયની અપેક્ષાએ સાચી હોવા છતાં કહેનારા જીવો તેના આગ્રહી બન્યા છતા જો ઘણા જોરશોરથી બીજાની વાતનો નિષેધ કરે તો વાસ્તવિકપણે પોતપોતાની અપેક્ષાએ બધા જ સાચા છે. તો પણ બીજાનો પરાભવ કરવા જાય છે ત્યાં તે ખોટા પડે છે કારણ કે બીજાની અપેક્ષાએ વસ્તુનું તેવું તેવું સ્વરૂપ પણ છે. તેમ નયોમાં પણ સમજવું.
કોઈ પણ નય પોતાના સ્થાનમાં રહે ત્યાં સુધી સાચો છે. પરંતુ અન્યના ખંડનમાં પ્રવર્તે ત્યારે જ તે મિથ્યા થઈ જાય છે. કારણ કે અન્ય નયની અપેક્ષાએ વસ્તુનું સ્વરૂપ અન્ય રીતે પણ હોઈ શકે છે. માટે જ આ નયોનો અભ્યાસ સૂક્ષ્મબુદ્ધિપૂર્વક કરવો જોઈએ.