________________
૩૧૪
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ ઉપાયમાં પ્રવૃત્તિ કરે છે એ જ પ્રમાણે રત્નત્રયીની સાધના કરવાથી મુક્તિ મળે જ એવો નિયમ નથી. કારણ કે તેમાં જીવની અપાત્રતા, કર્મોની બહુલતા વગેરે ઘણાં બાધક કારણો પણ હોઈ શકે છે તો પણ સાધક આત્મા આ બધા બાધક કારણો જાણતો ન હોવાથી સાધ્ય સાધવા માટે પ્રવૃત્તિ કરે જ છે. તેમ સાધક આત્મા પણ ભાવિનાં કર્મો કેવાં ચીકણાં છે ? તે જાણતો ન હોવાથી ફળની પ્રાપ્તિ માટે ફળના ઉપાયભૂત રત્નત્રયીની સાધનામાં અવશ્ય જોડાય જ છે.
ન
ફક્ત તેમાં આટલી વિશેષતા છે કે જો તે સાધક આત્મા અતિશયવાળાં અવિધ આદિ જ્ઞાનવાળો હોય તો ફળની પ્રાપ્તિના ઉપાયો જાણીને તે તે ઉપાયમાં પ્રવૃત્તિ કરે છે અને અવધિ આદિ અતિશયવાળાં જ્ઞાન જો ન હોય તો હું જે ઉપાયમાં પ્રવૃત્તિ કરું છું. તે ઉપાય ફળની પ્રાપ્તિનું અસાંધારણ કારણ છે. તે અસાધારણ કારણમાં હું પ્રવૃત્તિ કરી શકું તેમ છું કે પ્રવૃત્તિ ન કરી શકું તેમ છું. તેનો વિચાર કરીને પોતે ઉપાયમાં પ્રવૃત્તિ કરી શકે તેમ હોય તો ફળનો અર્થ એવો તે જીવ ફળની પ્રાપ્તિ ન જાણતો હોય તો પણ ફળની આશાએ અવશ્ય પ્રવૃત્તિ કરે જ છે અને બહુલતાએ ફળપ્રાપ્તિ થાય પણ છે.
એ જ પ્રમાણે રત્નત્રયીની સાધનાના ઉપાયમાં પ્રવર્તવાની જો શક્તિ હોય અને તેના ફળરૂપે મુક્તિપ્રાપ્તિની તીવ્ર ઈચ્છા હોય તો તેના ઉપાયમાં અવશ્ય પ્રવૃત્તિ કરવી જ જોઈએ. સંસારના તમામ વ્યવહારમાં ફળપ્રાપ્તિ ન જાણતા હોવા છતાં તે તે ફળના ઉપાયો જો બરાબર દેખાય તો તેમાં જીવ પ્રવૃત્તિ અવશ્ય કરે જ છે અને અહીં સાધનામાર્ગમાં પ્રવૃત્તિને બદલે નિવૃત્તિની વાત આગળ કરે તે તેનું મિથ્યા ડહાપણ છે. ૧૧૪॥
અવતરણ :- અનાજ પાકે અથવા ન પણ પાકે આમ સંશય હોવા છતાં પણ ખેડૂત વરસાદ આદિનો સાનુકૂળ કાળ હોય ત્યારે વાવણી કરે જ છે. વેપાર આવે કે ન આવે પણ વેપારનો અર્થી જીવ દુકાન ખોલે જ