________________
સમ્યક્ત્વનાં છટ્ઠા સ્થાનનું વર્ણન
૩૧૩
તથા બીજ વાવવાની ક્રિયા કર્યા પછી પણ આગળ ધાન્યની નિષ્પત્તિમાં બાધક કારણોનો વિચાર કરીને (કદાચ વરસાદ નહીં આવે તો, અથવા વરસાદ આવશે અને અનાજ ઉગશે તો પણ કોઈ જીવાત પડશે તો, અથવા મારા ઉગેલા ધાન્યને ગાય, ભેંસ વગેરે પશુઓ કદાચ ખાઈ જાશે તો, આવા-આવા બાધકભાવોનો વિચારો કરીને વપનક્રિયાથી એટલે વાવવાની ક્રિયાથી ક્યારેય પણ વિરામ પામતો નથી. વાવેલું અનાજ ઉગવામાં અનેક પ્રકારના ભય હોવા છતાં ઉગાડવા માટેના પ્રેમથી વાવવાનો અને ઉગાડવાનો પોતાની શક્તિ પ્રમાણે અથાગ પ્રયત્ન કરે જ છે.
કોઈકવાર અનાજ નથી પણ ઉગતું, તો પણ આશાયે આશાયે પ્રયત્ન ચાલુ જ રાખે છે. એક વર્ષમાં કદાચ અનાજ ન ઉગ્યું હોય તો પણ વધારે વધારે સાવધાની રાખીને પણ બીજા વર્ષે પ્રયત્ન કરે જ છે.
આ જ ન્યાયે પ્રસ્તુત રત્નત્રયીની સાધનાથી મોક્ષરૂપ ફળની પ્રાપ્તિમાં સંદેહ હોવા છતાં ક્યારેક નિષ્ફળ પણ જાય છે તો પણ મોક્ષપ્રાપ્તિનો આ એક જ ઉપાય હોવાથી તેમાં જરા પણ શંકા નહીં રાખીને આરાધક આત્માએ આ રત્નત્રયીની સાધનારૂપ ઉપાયમાં સતત પ્રવૃત્તિ કરવી જ જોઈએ.
તથા કોઈપણ વેપારી નવી દુકાન ખોલે અથવા ચાલુ દુકાન બીજા દિવસે ખોલે ત્યારે વેપાર આવે પણ ખરો અને વેપાર ન પણ આવે, તો પણ વેપાર આવવાનો “દુકાન ખોલવી” આ એક જ ઉપાય હોવાથી તે જીવ દુકાન અવશ્ય ખોલે જ છે ઈત્યાદિ ઉદાહરણોથી સમજાય તેમ છે કે “ફળ અવશ્ય પ્રાપ્ત થવાનું જ છે આવો પાકો નિર્ણય એ પ્રવૃત્તિનું કારણ નથી. પરંતુ ઉપાયોમાં જોડાવું એ જ ફળપ્રાપ્તિનું કારણ છે.
પરંતુ મારે મારું ઈષ્ટ સિદ્ધ કરવું હોય તો અર્થાત્ કમાણી કરવી હોય તો દુકાન ખોલવી માલનું ડેકોરેશન કરવું ઈત્યાદિ ઉપાયની પ્રવૃત્તિ કરવી એ જ સાચો માર્ગ છે. આવો પાકો નિર્ણય મનમાં હોવાથી આ જીવ