________________
૩૧૦
સમ્યક્ત જસ્થાન ચઉપઈ પરંતુ તે પર્યાયની પ્રાપ્તિમાં નિમિત્તકારણભૂત દર્શન જ્ઞાન અને ચારિત્રની સાધના અવશ્ય પ્રબળ કારણપણે કામ કરે છે. જીવમાં રહેલી તથાભવ્યતા સિદ્ધાવસ્થાનું જરૂર કારણ બને છે. પરંતુ તે તથાભવ્યત્વ એકલું કારણ બનતું નથી. તે તથાભવ્યત્વ બીજા કારણોનું આક્ષેપક કારણ બને છે. એટલે કે બીજા નિમિત્તકારણોનો આશ્રય લઈને કાર્ય કરનાર થાય છે.
એ કારણે તથાભવ્યતારૂપ કારણમાંથી કાર્ય થતું હોવા છતાં રત્નત્રયીની સાધનારૂપ બીજા કારણોની તે કાયમ અપેક્ષા રાખે છે. આવા પ્રકારનાં ઈતર કારણોથી સર્વથા નિરપેક્ષપણે તથાભવ્યત્વનો પરિપાક થવા રૂપ કારણમાંથી કાર્ય થતું નથી. માટે મોક્ષની પ્રાપ્તિ ભલે થાય છે તથાભવ્યત્વના પરિપાકથી. તો પણ પુરુષાર્થ અને રત્નત્રયીની સાધના ઈત્યાદિ નિમિત્ત કારણોની પણ તેમાં આવશ્યકતા અવશ્ય રહે જ છે.
જેને તથાભવ્યત્વનો પરિપાક થયો હોય તે જીવ જો રત્નત્રયીની સાધનાનો સહકાર લે તો અવશ્ય કાર્ય થાય છે. માટે રત્નત્રયીની સાધના એ નિમિત્ત કારણરૂપે અવશ્ય કાર્યમાં કારણ છે કારણ કે તેના વિના મુક્તિપ્રાપ્તિ થતી નથી.
માટીમાં ઘટની ઉત્પત્તિની યોગ્યતા હોવા છતાં પણ દંડાદિ નિમિત્તકારણથી જરૂર રહે જ છે તેમ જેની ભવિતવ્યતા પાકી ગઈ છે. તેવા જીવને પણ તથાભવ્યતા હાજર હોવા છતાં પણ રત્નત્રયીની સાધના રૂપ નિમિત્તકારણ લેવું જ પડે છે તો જ કાર્ય થાય છે. અન્યથા કાર્ય થતું નથી ૧૧૩ -
અવતરણ - જેમ દંડાદિક નિમિત્ત કારણ વિના કાર્ય થતું નથી. તેમ રત્નત્રયની સાધના વિના મુક્તિ થતી નથી. આમ હોવાથી મુક્તિનું