________________
સમ્યક્ત્વનાં છટ્ઠા સ્થાનનું વર્ણન
૩૧૧
બીજું કોઈ જ કારણ જ નથી. ભવિતવ્યતા પાકે તો તેનાથી જ મુક્તિ થાય છે. આમ નિયતિવાદ માત્ર કહેવો ઉચિત નથી. આ બાબતમાં કોઈક પ્રશ્નકાર કહે છે કે જો રત્નત્રયીના પાલનથી મુક્તિ થતી હોય તો વ્રત પાળનારા ઘણા મહાત્માઓ નરકમાં ગયા આવું શાસ્ત્રમાં સંભળાય છે. તેથી ચારિત્રની આચરણા એ મુક્તિનું કારણ બેસતું નથી. પણ ભવિતવ્યતા જ મુક્તિનું કારણ છે આમ સમજાય છે. આવો કોઈ પ્રશ્ન કરે તો તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે
-
સિદ્ધિ ન હોઈ કોઈની વ્રત થકી,
તો પણિ મત વિરમો તેહ થકી 1
ફલ સંદેહઈ પણિ કૃષિકાર,
વપઈ બીજ લહઈ અવસર સાર ||૧૧૪
ગાથાર્થ :- વ્રતપાલન (ચારિત્રપાલન) કરવા છતાં પણ કોઈ જીવની સિદ્ધિ કદાચ ન થઈ હોય તો પણ વ્રતપાલન થકી વિરામ પામો નહીં કારણ કે ફલના સંદેહમાં પણ ખેડૂત સારો અવસર (વર્ષાઋતુ) જાણીને બીજનું વાવવાનું કામકાજ કરે જ છે. ૧૧૪
ટબો :कोइनइ व्रतथकी- चारित्रादिक्रियाथकी सिद्धि न होइ, कर्मवैगुण्यादिकइं, तो पणि एह-मोक्षसाधनथकी विरचस्यो (विरमसो) मा, जे माटइं फलसंदेहइ पणि कृषिकार कहितां करसणी बीज वपइ छइ सार अवसर वर्षाकालादि लही, अग्रिमकालभावि पवन - वैगुण्यादिसामग्री विघटक जाणी विरचता (विरमता ) नथी, नहि फलावश्यम्भावनिश्चयः प्रवृत्तौ कारणम्, किन्तु इष्टोपायत्वनिश्चय વ (ારમ્) ॥૪॥
વિવેચન :- સંસારી કોઈ આરાધક જીવ ધારો કે મોક્ષનો અર્થી છે અને તેના ઉપાયરૂપે રત્નત્રયીની સાધના જ છે. આવો મનમાં પાકો