________________
સમ્યક્તનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન
૩૦૫ ઉત્તર :- તે તે બંધક જીવોમાં તે તે કાળે તેવા તેવા કાષાયિક અધ્યવસાયો પ્રગટ થયા. તેથી તેવી તેવી સ્થિતિવાળાં કર્મો તેઓ વડે બંધાયા ?
પ્રશ્ન :- તે તે જીવોને લાંબી અને ટુંકી સ્થિતિ બંધાય એવા જ અધ્યવસાય કેમ આવ્યા?
ઉત્તર :- તે તે જીવોમાં તેવા તેવા પ્રકારની ભવિતવ્યતા કે જેથી તેવા તેવા અધ્યવસાય આવ્યા અને તેવી તેવી સ્થિતિવાળાં કર્મો બંધાયા.
મઠું = અનુક્રમે બહુકાલમાં ખપાવવા યોગ્ય કર્મને રત્નત્રયીનું સાધન બહુકાલે જ કર્મ ખપાવે અને સ્તોકાલમાં ખપાવવા યોગ્ય કર્મને રત્નત્રયીની સાધના સ્તોત્રકાલમાં જ ખપાવે. તે તે જીવમાં તેવો તેવો સ્વભાવ છે માટે આ કાર્ય આમ જ થાય છે. તથા સ્વભાવ એટલે કે તથાભવ્યતા = તેવા પ્રકારની ભવ્યતા તે જીવમાં નિયત હતી. એટલે તેમ જ થાય છે. | સર્વે પણ કર્મો જો ભોગવીને ખપાવવા જાય તો કોઈ જીવનો ક્યારેય મોક્ષ ન થાય. ભલે જીવ ચરમશરીરી હોય તો પણ સાસ્વાદન ગુણસ્થાનકથી અપૂર્વકરણ સુધીનાં ગુણસ્થાનકમાં વર્તતા જીવો ઓછામાં ઓછી અંત:કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળાં જ કર્મો બાંધે છે. હવે જો બધાં કર્મો ભોગવીને ખપાવવા જાય તો આયુષ્ય થોડું હોવાથી અને કર્મો ઘણાં હોવાથી કોઈ પણ જીવનો કોઈ કાળે મોક્ષ થાય જ નહીં. પ્રતિસમયે ૭-૮ કર્મો તો અવશ્ય બંધાય જ છે. અને તે પણ અંતઃકોડાકોડીની સ્થિતિવાળાં, તે સર્વકર્મો રસોદયથી ભોગવીને ક્ષય કરતાં સમય ઘણો લાગે. તો કોઈનો ક્યારેય મોક્ષ થાય જ નહીં માટે બધાં જ કર્મો ભોગવીને ક્ષય કરે આ વાત બરાબર નથી.
પરંતુ ક્રમસર યથોચિત ઉપાયો અપનાવવાથી કર્મો રસોદયથી