________________
૩૦૬
સમ્યક્ત ષસ્થાન ચઉપઈ ભોગવ્યા વિના પણ સંક્રમણ અપવર્તના આદિ કરણો વડે પરમાં સંક્રમાવીને પરરૂપે અને સ્થિતિ-રસ ઘટાડીને સ્વરૂપે પણ ભોગવાય છે. આમ હોય તો જ ૧૦૦૦ વર્ષ જેવા કાળમાં કોડાકોડી સાગરોપમનાં કર્મો આ જીવ ખપાવી શકે છે.
આ ઉપરથી સમજાય છે કે સંક્રમણ-અપવર્તના આદિ કરણો કરવા દ્વારા લાંબા કાળે ખપાવવા યોગ્ય કર્મ આ જીવ અલ્પકાળમાં પણ ખપાવી શકે છે. જેમ જેમ આવા પ્રયોગવિશેષથી જીવનાં કર્મો રસોદયથી ભોગવ્યા વિના તુટતાં જાય છે તેમ તેમ આ જીવ ગુણસ્થાનકોમાં ઉપર ઉપર આરૂઢ થાય છે. પરિણામની ધારાની નિર્મળતા વધે છે અને ભોગવ્યા વિના પણ કર્મો તુટે છે. તેથી જ આ જીવ અલ્પ આયુષ્યવાળા કાળમાં પણ કોડાકોડીની સ્થિતિવાળાં કર્મો તોડીને મોક્ષે જાય છે. માટે ઉપાયોથી કર્મો તોડી શકાય છે. કેવળ એકલી નિયતિ નથી. પણ કરણો દ્વારા કર્મો તોડી શકાય એમ પણ હોય છે. માટે નિયતિપિ થી નિયતિ-એનિયત ત્ર એટલે કે નિયતિ પણ કથંચિત્ જ નિયત છે સર્વથા નિયત નથી કથંચિત્ નિયત અને કથંચિત્ અનિયત છે.
તત્ત્વની આ પ્રમાણે શ્રદ્ધા કરવી. જેમકે આંબા ઉપરની કોઈક કેરી તેના કાળે પાકે તે કેરીમાં તેની નિયતિ છે અને કેટલીક કેરી ઘાસ આદિના ઉપાયો દ્વારા વહેલી પણ પાકે. એટલે તે કેરીમાં તેની નિયતિ છે. માટે છદ્મસ્થ જીવો નિયતિ ન જાણતા હોવાથી તે નિયતિને પ્રધાનતર કરવી નહીં, પણ પુરુષાર્થને પ્રધાન કરવો. ૧૧રી
અવતરણ - રત્નત્રયીની સાધના એ મોક્ષનો ઉપાય છે. આ વાત ગ્રંથકારશ્રી સમજાવી રહ્યા છે. ત્યાં કોઈક પ્રશ્ન કરે છે કે રત્નત્રયીની સાધના આ મોક્ષનો ઉપાય છે. આમ ન માનીએ અને તે તે જીવની તેવી તેવી યોગ્યતા માત્ર જ છે કે કોઈક જીવ વહેલો મોક્ષે જાય અને કોઈક જીવ ઘણા લાંબા કાળે મોક્ષે જાય. આવો જીવસ્વભાવ માત્ર છે. આમ માનીએ તો શું દોષ આવે ? રત્નત્રયીની સાધનાને મોક્ષના