________________
૩૦૦
સમ્યક્ત ષડ્રસ્થાન ચઉપઈ અહીં કોઈ પ્રશ્નકાર આવો પ્રશ્ન કરે છે કે “દુઃખ કોઈને ઈષ્ટ નથી અર્થાત્ અનાદેય (ન આદરવાલાયક) છે. તેથી દુઃખને સહન કરવું. આ પણ અનાદેય જ ગણાય તો આહારત્યાગ કરીને શરીરને અને તેની સાથે રહેલા આ આત્માને શા માટે કષ્ટ આપવું જોઈએ? જો દુઃખ હેય છે તો દુઃખનું સહન કરવું પણ હેય જ થાય. માટે શરીરને તપથી દુઃખી કરવું જોઈએ નહીં. તેથી તપનું આચરણ કરવું ઉચિત નથી.
આવા પ્રકારનો કોઈ પ્રશ્ન કરે તો તે પ્રશ્નનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે દુઃખ એ અનાદેય છે. તેથી દુઃખની પ્રાપ્તિના ઉપાયો પણ અનાદેય કહેવાય. પરંતુ દુઃખ સહન કરવું તે અનાદેય ન કહેવાય જેમ મૃત્યુ કોઈને ગમતું નથી. તેથી મૃત્યુના ઉપાયો વિષપાન અગ્નિસ્નાન કે જળપાન ઈત્યાદિ મૃત્યુના ઉપાયો પણ અવશ્ય અનાદેય છે. પરંતુ આવી પડેલું મૃત્યુ રોકી શકાતું નથી. તે તો સ્વીકારવું જ પડે છે તેમ દુઃખ અનાદેય હોવાથી દુઃખ આવે અથવા દુઃખમાં વૃદ્ધિ થાય તે અનાદેય છે. પરંતુ આવી પડેલા દુઃખને કમની નિર્જરા માટે સમતાભાવપૂર્વક સમાપ્ત કરે જ છુટકો છે. તેથી મહાત્મા પુરુષો આવી પડેલા ઉપસર્ગો સહન કરે છે. માથા ઉપર આગની પાઘડી આવી પડે તો પણ સ્વીકારે છે. ઘાણીમાં પલાવાનું આવે તો પણ સ્વીકારી લે છે. તેથી દુઃખ અનાદેય છે માટે દુઃખના ઉપાયો પણ અનાદેય છે. પરંતુ પ્રાપ્ત થયેલા દુઃખને સહન ન કરવું અને રાગાદિ કષાયોમાં જવું આ માર્ગ નથી.
જો દુઃખ અનાદેય હોવાથી દુઃખનું સહન કરવું તે પણ અનાયા જ હોત તો કર્મો અનાદેય છે તેથી કર્મોના નાશરૂપ મોક્ષ પણ અનાદેય જ થઈ જશે. તેથી મોક્ષ પણ અનાય જ થાય, પરંતુ આ વાત બરાબર નથી. દુઃખ અનાદેય છે તેથી દુઃખના નાશના ઉપાયો કંઈ અનાદેય બનતા નથી. તેવી જ રીતે કર્મો અનાદેય છે પણ કર્મોના નાશના ઉપાયો અનાદેય બનતા નથી.