________________
૩૦૧
સમ્યત્ત્વનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન
દુઃખ અનાદેય છે એટલે દુઃખના ઉપાયો અનાદેય કહેવાય પણ દુઃખના નાશના ઉપાયો અનાદેય ન કહેવાય. તેવી જ રીતે કર્મો અનાદેય છે માટે કર્મો બાંધવાના ઉપાયો અનાદેય ગણાય. પરંતુ કર્મોના નાશના ઉપાયો ધ્યાન-તપ-રત્નત્રયીની સાધના આ અનાદેય ન કહેવાય. માટે તપ એ અનાદય નથી.
પ્રશ્ન - જ્યારે આ જીવ મોક્ષપ્રાપ્તિ માટે આગળ વધે છે ત્યારે “સ્વભાવદશામાં સમભાવે વર્તવું” આ જ તત્ત્વને મોક્ષના ઉપાયરૂપે આ જીવ સ્વીકારે છે અને સ્વભાવદશામાં સમભાવે વર્તવાથી જ આ જીવનો મોક્ષ થાય છે ત્યાં મોક્ષ અનાદેય નથી, છતાં તેના ઉપાયભૂત મોક્ષપ્રાપ્તિનો રાગ અનાદેય બને છે અર્થાત્ મોક્ષ ઉપાદેય છે છતાં તેની પ્રાપ્તિ માટેનો રાગ એ ઉપાદેય બનતો નથી. તો તમે કહેલો આ નિયમ કેવી રીતે લાગુ પડે કે જેનું કાર્ય અનાદેય ન હોય તેનું કારણ પણ અનાદેય ન હોય?
ઉત્તર :- મોક્ષ પ્રત્યેનો રાગ એ મોક્ષનું કારણ જ નથી પરંતુ સમભાવાવસ્થા એ મોક્ષનું કારણ છે તેથી જ્યારે આ જીવ મોક્ષાત્મક કાર્યસિદ્ધિ તરફ આગળ વધે છે ત્યારે મોક્ષપ્રત્યેના રાગને પણ ત્યજીને સમભાવદશાસ્વરૂપ મોક્ષના કારણને સ્વીકારે છે. શાસ્ત્રોમાં જ કહ્યું છે
“આઠમા ગુણસ્થાનકથી આગળ આ જીવ મોક્ષપ્રાપ્તિ પ્રત્યે અને સંસારી કોઈપણ અવસ્થા પ્રત્યે નિઃસ્પૃહ થાય છે. એટલે કે મોક્ષ પ્રત્યે પણ રાગ નથી અને સંસારી કોઈપણ અવસ્થા પ્રત્યે પણ રાગ નથી.”
આવા પ્રકારનું જ્ઞાનીનું વચન હોવાથી ઉપરના ગુણસ્થાનકોમાં આરૂઢ થયેલો જીવ મોક્ષની પ્રાપ્તિ પ્રત્યે પણ રાગવિનાનો નિઃસ્પૃહ બને છે. તેથી તે જીવને મોક્ષનો સંકલ્પ પણ હોતો નથી. ઊંચી દશામાં વર્તતા મુનિઓને પૂર્વકૃત કર્મના ઉદયથી દુઃખ હોઈ શકે છે પરંતુ સ્વભાવદશામાં