________________
૨૯૮
સમ્યક્ત જસ્થાન ચઉપઈ સ્વીકારેલું. પોતાની ઈચ્છાથી કર્મોને ખપાવવાના આશયથી સ્વીકારેલું જે દુઃખ, તે દુઃખ સહન કરવામાં કર્મોની નિર્જરા રહેલી છે. આ દુઃખ વિશિષ્ટ સમભાવપૂર્વક મુનિઓ એવું સહન કરે છે કે તેમાં પોતાનાં પૂર્વે બાંધેલાં કર્મોમાં ઉપક્રમ લાગે અને તેનાથી કર્મોની સ્થિતિ અને રસ તુટે તથા કર્મો તુટવાથી કર્મો વડે ઢંકાયેલા ગુણો પ્રગટ થાય અને પ્રગટ થયેલા ગુણોનો અપ્રતિપાત થાય.
આ પ્રમાણે જાણી બુઝીને સમતાભાવપૂર્વક પૂર્વકાલીન કર્મોને ખપાવવા માટે સમ્યફભાવ પૂર્વક દુઃખ સહન કરવું તે તપગુણ છે. કર્મો તુટવાથી ગુણોનો આવિર્ભાવ થાય છે અને આવિર્ભત થયેલા ગુણો અપ્રતિપાતી બને છે. આ જ તપનું ફળ છે. આમ ગુણપ્રાપ્તિ માટે અને પ્રગટ થયેલા ગુણોના અપ્રતિપાત માટે જ તપ છે. (જાણીબુઝીને પોતાની ઈચ્છાપૂર્વક મોહ-મમતાના ત્યાગ માટે આહારત્યાગ છે.)
સંયમધર્મની ક્રિયાનું પણ આ જ ફળ છે. ગુણોને ઉઘાડવા અને ઉઘડેલા ગુણોને દીર્ધકાળની સ્થિતિવાળા કરવા માટે જ મોહઉતારવા સારું જ તપ કરાય છે. જ્ઞાનસારાષ્ટકમાં (૯મા અષ્ટકમાં ૭મા શ્લોકમાં ગ્રંથકારશ્રીએ પોતે જ કહ્યું છે કે -
ગુણોની વૃદ્ધિ માટે અને પ્રગટ થયેલા ગુણોમાંથી અલિત ન થઈ જવાય તે માટે છદ્મસ્થ જીવોએ તપ કરવો જોઈએ. જિનેશ્વર (વીતરાગ) ભગવંતોનું સંયમસ્થાન એક જ હોય છે.
આપણા આત્મામાં જે ગુણો આવ્યા હોય તે ગુણોની વધારે વૃદ્ધિ થાય અને જે ગુણો ન આવ્યા હોય તે ગુણો પ્રગટ થાય આ બે કારણોસર છઘસ્થજીવોએ તપ (તથા જ્ઞાન, દર્શન અને ચારિત્રનું) સેવન કરવું જોઈએ. કેવળજ્ઞાની ભગવંતો અનંત જ્ઞાનાદિ ગુણોવાળા છે તથા સર્વથા મોહના દોષથી રહિત છે. સંપૂર્ણ વીતરાગતાવાળા છે. કોઈપણ ગુણ