________________
સમ્યત્ત્વનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન
૨૯૭ જિતવા માટે જાણીબુઝીને આહારત્યાગ કરે છે માટે તે તો તપગુણ છે. તેનાથી તો કર્મોની નિર્જરા થાય છે. ભીખારી અથવા દીન દુઃખીયાને જે આહાર નથી મળતો તે કર્મવેદના છે. અંતરાયકર્મનો ઉદય છે. એટલે કે ભોગાંતરાય અને ઉપભોગાંતરાય કર્મનો ઉદય છે. પણ જે મહાત્માઓ આહારની વિપુલ પ્રાપ્તિ હોવા છતાં મોહ ઉતારવા માટે જ આહારત્યાગ કરે છે તે તો કર્મનિર્જરાનું જ કારણ બને છે.
મતઃ અ = આ કારણથી જ જૈનશાસ્ત્રોમાં મહાત્મા પુરુષોએ ખાસ કથન કરેલું છે કે જે જે આત્માઓ મોહને જિતવા માટે દેહને દુઃખ આપે છે, ઉપસર્ગો સહન કરે છે, કાર્યોત્સર્ગ મુદ્રાએ ઉભા રહી દેહદમન કરે છે અથવા ધ્યાન કરે છે, સાધુ-સંતો પગપાળા વિહાર કરે છે તે સઘળાં પણ કાર્યો, સગવડતા અને સાનુકૂળતા હોવા છતાં મોહનો નાશ કરવા માટે જ કરાય છે, મોહને જિતવાના આશયથી કરાયેલું દેહનું દુઃખ મહાફળવાળું થાય છે. અતિશય સુકોમળ કાયાવાળા ધન્નાશાલિભદ્રજીએ પણ અણશણ કર્યું, અરણીકમુનિએ અણશણ કર્યું આ બધો અંતરાય કર્મનો ઉદય નથી પરંતુ મોહનો વિજય છે. મોહને જિતવા માટે જ મહાત્મા પુરુષો રેલ્વે મણિનમ્ નું સૂત્ર અપનાવે છે.
અહીં ટબામાં રેવું મરણ = જે લખ્યું છે ત્યાં જ્ઞાત્રિા આવું પદ અધ્યારથી જોડી દેવું જેથી અર્થની સંગતિ થાય “દેહને સમજણપૂર્વક કર્મ ખપાવવા માટે દુઃખ આપવું તે મહાફળવાળું છે. આમ જાણીને જ્ઞાની પુરુષો વૈભારગિરિ વગેરે પર્વતો ઉપર અથવા ગુફાઓમાં રહીને મૂછ ઉતારવા માટે આહારત્યાગ કરે છે.
“મ્યુનિવ-પશિવ-ક્રિયાનું પણ દિન 7" =
કેવા પ્રકારમાં કષ્ટો સહન કરવાથી તપ અને કર્મનિર્જરા થાય છે. આ વાતને સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે અભ્યાગમ એટલે