________________
૨૯૬
સમ્યક્ત જસ્થાન ચઉપઈ કાર્યને જો નિયત માનો છો તો તે તે કાર્યના જનક એવા કારણને પણ નિયત માનવું જોઈએ. અન્યથા યથાર્થ માન્યું કહેવાય નહીં. ઉન્માર્ગ કહેવાય.
ને રૂમ કિ. વર્મવેના મીત્ર નદી – જે કેટલાક વાદીઓ (પ્રશ્નકારો) આમ કહે છે કે “કષ્ટ ખમવું” (દુઃખ સહન કરવું) તે તો પૂર્વે બાંધેલા “કર્મનિમિત્ત કર્મનો ઉદય છે એટલે કે તાજપ કરવું, ભૂખ્યા રહેવું અને ઉપવાસ આદિ કરવા તે તો પૂર્વે ભીખારીના જીવની જેમ અંતરાયકર્મ બાંધ્યું હોય તો તેના ઉદયથી આહારનો અંતરાય થાય. તેમાં કંઈ ધર્મ થતો નથી. જેમ અસાતા વેદનીયના ઉદયથી શરીરમાં રોગો ફેલાય તેમ અંતરાય કર્મના ઉદયથી આહાર-પાણી ન મળે. પણ તપ કરવામાં કર્મોની નિર્જરા થતી નથી. આમ કોઈ વાદી કહે
તે વાદીને જવાબ આપતાં ગ્રંથકારશ્રી કહે છે કે “જે જીવોને ખાવા-પીવાની બધી સામગ્રી પ્રાપ્ત થઈ હોય, મેવા-મીઠાઈ ખાઈ શકે તેવી આર્થિક સ્થિતિ ઘરની સારી હોય પણ મેવા-મીઠાઈ ઉપરનો રાગ છોડવા માટે “ના છ ઘમ તપ દુરું પા શર્મવેના માત્ર નદી” જાણીબુઝીને આહારનો જે આત્મા ત્યાગ કરે છે. અને તે આહારાદિનો મોહ ઉતારવા માટે કષ્ટ સહન કરે છે. તેને તો તપ જ કહેવાય પણ તેને કર્મનો ઉદય ન કહેવાય.
જેને આહાર-પાણી મળે જ નહીં તેને અંતરાયનો ઉદય કહેવાય. પણ તપ કરનારા જીવોના ઘરોમાં આહારની સુલભતા હોય છે. મેવામીઠાઈ વગેરે જે ખાવું હોય તે ખાઈ શકે છે. ઘરમાં આવી ઘણી સામગ્રી હોય પરંતુ આહાર ઉપરની મમતા-મૂછ ઓછી કરવા માટે જ જાણીબુઝીને આવા જીવો તપ કરે છે. માટે તે લાંઘણ કે અંતરાયકર્મનો ઉદય કહેવાતો નથી. આ કર્મનો ઉદય નથી, પરંતુ સમ્યપ્રકારે મોહને