________________
૨૭૦
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ કારણો અન્યથાસિદ્ધ જ થાય છે માટે “નં ના’’ પંક્તિનો અર્થ બીજી રીતે છે. તે અર્થ કહે છે “જે માટે કહે છે કે કેવલજ્ઞાન સર્વવ્યાપક છે, સર્વ ભાવોને જાણે છે પણ સર્વભાવોની ઉત્પત્તિનું કારણ નથી” આ પંક્તિનો આશય આ પ્રમાણે છે
·
જગતમાં જેટલાં કાર્યો ઉત્પન્ન થાય છે તે સર્વે પણ કાર્યોને કેવલી ભગવાન જ્ઞાનથી જાણે છે એટલે કે કેવલજ્ઞાનનો વિષય બને છે. એટલે કે જગતના સર્વ ભાવોને વ્યાપીને કેવલજ્ઞાન વર્તે છે એનો અર્થ એ થયો કે કેવળજ્ઞાનમાં ભગવાનને જગતના ભાવો જે રીતે દેખાય છે તે રીતે જ તે ભાવો બને છે અથવા જે ભાવો જે રીતે બને છે કે બનવાના છે તે ભાવોને ભગવાન તે રીતે જ જાણે છે. કોઈ ભાવ કેવલજ્ઞાનની મર્યાદાને ઓળંગતું નથી.
પરંતુ તે તે કાર્યોની ઉત્પત્તિ કંઈ કેવલજ્ઞાનથી થતી નથી, તે તે કાર્યોની ઉત્પત્તિ તો પોતપોતાના નિયત કારણમાંથી જ થાય છે જેમકે કેવલજ્ઞાની ભગવંત ઘટને બરાબર જાણે છે. તેના પૂર્વકાલીન ભાવો અને પછીના કાલના ઠીકરાં વગેરે પર્યાયને ભગવાન જાણે છે પણ ઘટની ઉત્પત્તિ કંઈ કેવલજ્ઞાનમાંથી થતી નથી. ઘટની ઉત્પત્તિ તો માટીકપાલમાંથી જ થાય છે કેવલજ્ઞાનથી સર્વ ભાવો જણાય છે પણ કેવલજ્ઞાનથી સર્વભાવો ઉત્પન્ન કરાતા નથી. ઉત્પત્તિ તો પોતપોતાના નિયત કાર્યકારણભાવમાંથી જ થાય છે.
આ કારણથી કાર્યનો અર્થી તેના કારણમાં જ પ્રવૃત્તિ કરે છે. ઘટનો અર્થી માટી લાવવા, માટી પલાળવા, માટી મસળવાનું કામ કરે છે એટલે કાર્યની ઉત્પત્તિકારણને જ આધીન છે. જ્ઞાનને આધીન નથી.
આ રીતે મોક્ષ જો છે તો તેની ઉત્પત્તિ તેના કારણોને જ આધીન છે અને તેનાં કારણો સમ્યજ્ઞાનાદિ રત્નત્રયી જ છે. પ્રશ્નકારનો આશય એ હતો કે “સર્જ્ય હશે ત્યારે થશે” થવાનું હશે ત્યારે કાર્ય આપોઆપ