________________
સમ્યક્તનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન
૨૬૯ હોય તે જ થાય છે અને તેમજ થાય છે” આ પ્રમાણે જેઓ માને છે તે વાદીઓ દંડ વગેરેને ઘટાદિનાં કારણ કેમ માને છે? પૂર્વપક્ષવાળા વાદી આમ કહે છે કે “જગતમાં જે વસ્તુ જે રીતે સર્જાઈ હોય તે વસ્તુ તે રીતે જ ભગવાને કેવલજ્ઞાનથી જોયું છે અને તેમ બનવાનું જ છે અને બને જ છે એનો અર્થ એ થયો કે મારો મોક્ષ થવાનું જે દિવસે સર્જાયું છે અને કેવલી ભગવંતે જોયેલું છે તે દિવસે જ મારો નક્કી મોક્ષ થવાનો છે. આમ બધું નિયત જ છે.
આવા પ્રકારની નિયતિવાદને માનનારા વાદીને ગ્રંથકારશ્રી કહે છે કે ઘટાદિ પદાર્થનો અર્થી તું દંડાદિ કારણો લાવવાની અને તેને જોડવાની શ્રદ્ધા અને પ્રયત્ન કેમ કરે છે ? તું ઘટાદિનો અર્થ છો તો ઘટની ઈચ્છા કર. ઘટાદિ થઈ જ જશે. તારે દંડાદિ લાવવાની અને પ્રયત્ન કરીને ઘડો બનાવવાની શી જરૂર છે ?
હવે કદાચ પૂર્વપક્ષવાદી એમ કહે કે “સર્યું હશે” એ શબ્દનો અર્થ એવો થાય છે કે ફિલૂક્ષ અર્થાત્ સરજવર ભગવંતઃ ઈચ્છા આવો અર્થ કરો અને કહો કે ભગવાનની ઈચ્છા હોય તો જ બધું થાય છે. આમ જો કહો તો સર્વે પણ દંડાદિની સામગ્રી રૂપ બાહ્ય કારણો અન્યથા સિદ્ધ થશે. એટલે કે બાહ્યસામગ્રી નિરર્થક થશે. તેથી તો ઘટાદિના અર્થીએ દંડાદિ સામગ્રી ભેગી કરવામાં પ્રયત્ન કરવાનો રહે જ નહીં. આપોઆપ જ ઘટ બની જવો જોઈએ આવો જ અર્થ થશે.
“વું નહીં માવા હિન્દુઓ ઈત્યાદિ સૂત્રનો અર્થ પૂર્વપક્ષકારે જે રીતે કર્યો છે “જે વસ્તુ જેમ સર્જાઈ છે તેમ ભગવાને જોયેલી છે” આમ કહીને મોક્ષનાં કારણો સેવવાની જરૂર નથી. જ્યારે મોક્ષ થવાનો છે ત્યારે થઈ જ જવાનો છે અને ભગવાને તે પ્રમાણે જોયેલું છે આમ કહીને મોક્ષનાં કારણોનો જે અપલાપ કરે છે તે કરવું ઉચિત નથી. આ સૂત્રનું તાત્પર્ય પૂર્વપક્ષી કહે છે તેમ જો સ્વીકારીએ તો બાહ્ય બધાં