________________
સમ્યક્ત્વનાં છટ્ઠા સ્થાનનું વર્ણન
૨૭૧
થશે, પુરુષાર્થ કરવાની કે કારણ સેવવાની જરૂર નથી પણ આ વાત બરાબર નથી. કોઈપણ કાર્ય પોતપોતાના કારણથી જ થાય છે. ફક્ત કેવલીભગવાન તો તેના કાર્યને અને તેના કારણને પૂર્ણપણે જાણે છે તે કંઈ કાર્ય ઉત્પન્ન કરવા જતા નથી. વ્યવસાયમાં જોડાતા નથી. વ્યવસાયમાં જોડાય તો તો તેઓને ઘણાં જ કર્મો બંધાય.
‘‘નં નહા’ ઈત્યાદિ પાઠ અમે પણ માનીએ છીએ. અને તે પાઠ પ્રમાણે કેવલજ્ઞાન સર્વત્ર વ્યાપક છે. સર્વને જાણે છે એવો અર્થ પ્રાપ્ત થાય છે પણ સર્વ કાર્યો કરે છે આવો અર્થ થતો નથી અને દરેક કાર્યો તો પોતપોતાના નિયત કારણમાંથી જ થાય છે. કેવલજ્ઞાનમાંથી કંઈ ઘટપટ આદિ કાર્યો થતાં નથી. માટે સર્વે પણ કાર્યોને પોતપોતાનાં સમવાયી-અસમવાયી અને નિમિત્તકારણ હોય છે તેમ મુક્તિ આત્મક કાર્યમાં પણ આત્મા સમાયિક કારણ છે. જ્ઞાનાદિ ગુણોની સાધના અસમવાયિકારણ છે અને સર્વકર્મનો ક્ષય આદિ નિમિત્ત કારણ છે.
પોત-પોતાનાં નિયત કારણો ભેગાં થાય ત્યારે તેનાથી કાર્યનું સર્જન થાય છે. તેને કેવલીભગવાન જાણે છે, જુએ છે પણ કેવલીભગવાન તે તે કાર્ય કરવા બેસતા નથી. આમ માનતાં અમારું ઈષ્ટ કંઈ વિઘટે નહીં. અમારી આ માન્યતા જરા પણ મિથ્યા થતી નથી. દંડાદિ કારણો હોય તો જ તેનાથી ઘટકાર્ય થાય તેમ જ્ઞાનાદિ રત્નત્રયી રૂપ કારણો હોય તો જ મુક્તિરૂપ કાર્ય થાય. આમ માનવામાં કોઈ બાધક દોષ આવતો નથી.
તથા તમે તત્પ્રજા સિવૃક્ષ જે કહો છો પરંતુ ભગવાનને કોઈ ઈચ્છા જ હોતી નથી. તેઓ તો વીતરાગ છે. તેને સરજવાની ઈચ્છા કેમ હોય ? અન્ય દર્શનકારો ભગવાનને સર્જક માને છે. જૈનદર્શનકાર તો ભગવાનને સર્વ ભાવોના જાણકાર માને છે. ભગવાન જો આ બધું સરજવા જાય તો બધા કરતાં વધારે સંસાર ભગવાનને જ લાગુ પડી જાય. માટે આ વાત બરાબર નથી.