________________
સમ્યત્ત્વનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન
૨૬૫ सरज्युं निसदीस करइ छइ, तो अव्यभिचारी कारण घटादिकनां दंडादिक छइ तिहां सी रीस ? इम मोक्षकारण ज्ञानादिक पणि सद्दहवां
अथवा अरि-व्यभिचारी-चौर-पारदारिकस्युं सी रीस ? ते तो सरज्युं करइ छइ ॥१०४॥
વિવેચન :- આ મોક્ષતત્ત્વની પ્રાપ્તિ વાયસ તાલીય ન્યાયથી એટલે કાકતાલીયન્યાયથી થતી નથી, અર્થાત્ “કાગડાનું ઉડવું અને તાડના ફળનું પડવું “આવા ન્યાયથી થતી નથી. પરંતુ મોક્ષના ઉપાયો (મોક્ષસાધક ધર્મક્રિયાઓ) અને મોક્ષરૂપ ફળ આ બન્નેની વચ્ચે અન્વયવ્યતિરેક સંબંધ છે. તેથી કાર્યકારણભાવ છે. મોક્ષ સાધક ક્રિયાઓ જીવનમાં હોય છે તો જ મોક્ષ થાય છે. આ અન્વય સંબંધ, અને જો જીવનમાં મોક્ષસાધક ધર્મક્રિયાઓ નથી હોતી તો મોક્ષ પણ થતો નથી આ વ્યતિરેક સંબંધ જાણવો.
આ પ્રમાણે મોક્ષસાધક ધર્મક્રિયાઓ અને મોક્ષાત્મક કાર્ય આ બન્ને વચ્ચે કાર્યકારણભાવ અર્થાત્ અન્વયવ્યતિરેક સંબંધ છે, પરંતુ કાકાલીયન્યાયથી અનાયાસે (આત્માના પુરુષાર્થ વિના) આપોઆપ મોક્ષ થતો નથી.
જે સરક્યું હશે તે થશે” આમ માનીએ તો સંસારની સર્વે પણ પ્રવૃત્તિઓમાં સંદેહ થાય. મનમાં શું સર્યુ હશે ! આવો સંદેહ થાય. તેથી કોઈ કામ કરવામાં પ્રવૃત્તિ થાય જ નહીં અને આ જીવ પ્રવૃત્તિ તો કરે જ છે. માટે સ્વઈષ્ટસાધનમાં પ્રવૃત્તિ આ જીવ કરતો હોવાથી તમારી ઉપરની વાત બરાબર નથી.
ઉપરની વાતનો સારાંશ એ છે કે “સર્યું હશે તે જ થશે” આમ માનીએ તો ધનની પ્રાપ્તિ થવાની ભાગ્યમાં સરજી હશે ત્યારે ધનની