________________
૨૬૪
સમ્યક્ત ષસ્થાન ચઉપઈ આદિ ગુણોની સાધના અને વિભાવદશાનો ત્યાગ આ જ મોક્ષના ઉપાયો છે. આમ જાણવા છતાં આ વાત ન માનવી અને ન સ્વીકારવી તે કામભોગનું લંપટપણું છે.
કારણ વિના ક્યારેય કાર્ય ન થાય. એટલે જો મોક્ષાત્મક કાર્ય સ્વીકારો છો તો તેના ઉપાયભૂત રત્નત્રયીની સાધનારૂપે કારણને પણ અવશ્ય માનો. આમ કહેવાનો આ સાર છે.
અવતરણ - “મોક્ષ થવાનો હોય ત્યારે થાય છે” આવી વાદીની જે માન્યતા છે તે વાત યુક્તિ વિનાની છે. આ વિષય સમજાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે - વાચસ-તાલીન્યાય ન એહ, સરજે તો સકલ સંદેહ I જે સરક્યું જંપઈ નિશદિસ,
અવ્યભિચારિર્યું સી રીસ II૧૦૪ll (અથવા) અરિ-વ્યભિચારિસ્યું સી રીસ II૧૦૪
ગાથાર્થ - મોક્ષની પ્રાપ્તિમાં વાયસતાલીય ન્યાય લાગતો નથી. જેમ થવાનું હોય તેમ થાય આમ માનીએ તો બધા જ કાર્યોમાં સંદેહ થાય. જો મોક્ષની પ્રાપ્તિમાં “જેમ સર્યું હશે (જેમ થવાનું હશે) તેમ થશે” આમ જો કહીએ તો ઘટાદિના અવ્યભિચારી કારણોમાં રીસ શું કામ કરો છો અર્થાત ત્યાં પણ ઘટ કરવાની પ્રવૃત્તિ ન કરવી જોઈએ. કારણ કે આપોઆપ જ્યારે ઘટ સર્જાવાનો હશે બનવાનો હશે) ત્યારે થાશે એટલે બનશે. /૧૦૪ll | રબો -- વાયતાની વહિતાં તાત્રીય ચાય ર વહિવું "कागडो ऊडनार-तालफल पडनार" इम नहीं, जे मार्टि नियतान्वयव्यतिरेक छइ, जो सरज्युं थाइ, इम कहिइं तो सकल संदेह थाइ, किम सरज्युं हुस्यइ ? प्रवृत्ति तो इष्टसाधनता-निश्चयई ज थाइ, जो