________________
સમ્યત્ત્વનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન
૨૬૩ માને છે. પરંતુ તેનું કારણ કોઈ નથી. આવી માન્યતા જે વાદીની છે તે જ તેની મોટી ખોટ સમજવી. મોટું દૂષણ જાણવું. મોટી ભૂલ છે આમ જાણવું.
કારણ કે કોઈપણ પ્રવૃત્તિ આ જીવ કરે છે ત્યારે તેના ફળને સામે રાખીને જ કરે છે. કાર્યને સાધક અર્થાત્ કાર્યને અનુકૂળ પ્રવૃત્તિ કરવાથી જ કાર્ય થાય છે. આ વાત જગતપ્રસિદ્ધ છે અને અનુભવસિદ્ધ છે. આવા પ્રકારની મિથ્યા માન્યતા સ્વપ્રવૃત્તિનો જ વ્યાઘાત કરનારી છે. ઘટ બનાવવો હોય તો દંડ લઈને ચાક ઉપર ચડાવવો પડે છે. બહારગામ જવું હોય તો તેના કારણ રૂપે વાહન લેવું પડે છે. કપડાં ધોવાં હોય તો સાબુ લેવો જ પડે છે. આમ જીવ જાણે છે અને તેવા કાર્યનો અર્થી જીવ તે તે કાર્ય કરવા માટે તેવા તેવા કાર્યને અનુરૂપ કારણને સેવે છે તેનાથી જ કાર્યસિદ્ધિ થાય છે.
આ પ્રમાણે જો ન માનીએ તો કોઈપણ કાર્યમાં સ્વપ્રવૃત્તિ જ ન થાય. ધનનો અર્થી ધન કમાવા માટેના જે જે નોકરી આદિ ઉપાયો સેવે છે તે સર્વે પોતાની પ્રવૃત્તિનો (ઉપાય સેવનનો) વ્યાઘાત થાય છે. આ સંસારમાં સર્વે પણ જીવો પોતપોતાના નિશ્ચિત કાર્યના અર્થી થયા છતા
જ્યારે જ્યારે તે તે કાર્યમાં પ્રવર્તે છે. ત્યારે ત્યારે તેના ઉપાયો જાણે જ છે અને તેમાં જ પ્રવૃત્તિ કરે છે. કદાચ ન જાણતા હોય તો પણ જાણકાર પાસેથી જાણીને તે કારણમાં જ પ્રવૃત્તિ કરે છે તેમ અહીં પણ જો મોક્ષરૂપ કાર્ય કરવું જ છે તો તેના ઉપાયભૂત જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ ગુણોની ઉપાસના એવું કારણ પણ છે જ આમ સમજવું જોઈએ.
સંસારમાં ધનનો અર્થી જીવ ધનપ્રાપ્તિના ઉપાયોને પ્રથમ જાણે જ છે. કામભોગના અર્થી જીવો કામભોગના ઉપાયોને પ્રથમ જાણે જ છે. પછી જ તેમાં પ્રવૃત્તિ કરે છે તેની જેમ ઉમેય એવા મોક્ષની પ્રાપ્તિ માટેના ઉપાયો શાસ્ત્રોમાં પણ કાા છે અને અનુભવથી પણ સમજાય જ છે તપ-સંયમ