________________
૨૬૨
સમ્યક્ત ષસ્થાન ચઉપઈ . અર્થાત્ જો ભગવાને કહ્યા પ્રમાણે મોક્ષ થાય જ આવો નિયમ ન હોય તો કેવલજ્ઞાનીનું જ્ઞાન ખોટું પડે અને કેવલી ભગવાનને ખોટા જાણનારા તમે કોણ ? માટે તમારી વાત બરાબર નથી એટલે અમે વિજયવાળા બન્યા કહેવાઈએ. અર્થાત્ નિયતિ જ પ્રધાન છે. પુરુષાર્થ કરવાની કંઈ જ જરૂર નથી. આ વાત જ સાચી છે. ૧૦રા
અવતરણ - “મોક્ષ છે” પણ મોક્ષના ઉપાય નથી. આમ છઠ્ઠા સ્થાનને ન માનનારાનો પૂર્વપક્ષ કહ્યો. હવે તે મતનું ખંડન કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે – કામભોગલંપટ ઈમ ભણે, કારણ મોક્ષતણાં અવગણઈ કારય છે ને કારણ નથી. તેહની એ ક્ષતિ મોટી સહી II૧૦૩
ગાથાર્થ :- કામભોગમાં લંપટ (સંસારસુખના જ રસિક એવા) જીવો આમ કહે છે કે - મોક્ષ છે પણ મોક્ષના ઉપાય નથી. પરંતુ આ મત સાચો નથી. કારણ કે આ વાદી કારણની અવગણના કરે છે. કાર્ય છે, પણ કારણ નથી. આવા પ્રકારની માન્યતા માનવાની તે વાદીની મોટી ભુલ છે. ./૧૦૩
રબો - રૂમ વાવી વામોના લંપટ છે, તે મારૂ છેमोक्षतणां जे कारण छइ ते अवगणइ छइ, उवेखी नांखइ छइ । तेहनइ ए मोटी क्षति छइ - मोटुं दूषण छइ जे कार्य-मोक्ष छइ, अनइ तेहनां कारण नथी, इम जो स्वप्रवृत्ति ज व्याघात हुइ । ए दण्डथी कार्यकारणभाव साचो मानवो ॥१०३॥
વિવેચન :- “મોક્ષ છે, પણ મોક્ષના ઉપાય નથી” આમ જે વાદી માને છે તે ખરેખર કામભોગના લંપટ છે. એટલે કે પાંચ ઈન્દ્રિયોના વિષયસુખના અર્થી છે. સંસારસુખમાં જ રચ્યા-પચ્યા રહેવું છે એટલે જ મોક્ષના કારણોની અવગણના કરે છે. તેઓની વિચારસરણીમાં આ જ મોટી ખામી છે. આ જ મોટું દૂષણ છે કે મોક્ષાત્મક કાર્ય છે. આમ