________________
૨૬૬
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ પ્રાપ્તિ થશે અને ધનની પ્રાપ્તિ થવાની નહીં સરજી હોય તો નહીં થાય’ આવા પ્રકારનો ધનની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં પણ વિચાર આવશે અને સદાકાળ મનમાં ફળનો સંદેહ રહ્યા જ કરશે અને ધનપ્રાપ્તિના ઉપાયોમાં હોંશભેર પ્રવૃત્તિ કરવાનું મન થશે નહીં પણ લોકો પ્રવૃત્તિ કરે જ છે માટે આ તમારી વાત બરાબર નથી.
પરંતુ ધન પોતાને ઈષ્ટ છે અને વેપાર-નોકરી આદિ તેનાં ઉપાયો પણ છે આમ જાણવાથી ઈષ્ટ સાધનતાના જ્ઞાનથી આ જીવ હોંશભેર ધનપ્રાપ્તિના ઉપાયોમાં પ્રયત્ન કરે જ છે ધનની પ્રાપ્તિ ઈષ્ટ છે અને તેના આવા આવા ઉપાયો છે ઈત્યાદિ જાણીને આ જીવ તેમાં પ્રવૃત્તિ અવશ્ય કરે જ છે. તેથી આ કારણે ધનની પ્રાપ્તિમાં અને તેના ઉપાયભૂત વ્યાપાર-નોકરી આદિમાં અન્વય-વ્યતિરેક સંબંધ છે. તેમ મોક્ષસાધક ધર્મક્રિયાઓ અને મુક્તિની પ્રાપ્તિ આ બન્ને વચ્ચે પણ નિયત એવો અન્વય-વ્યતિરેકસંબંધ છે.
“જો કેવળ એકલો નિયતિવાદ જ માનીએ અને જે સર્જ્ય હશે તે થશે” આમ જ માની લઈએ તો પ્રવૃત્તિ કરવાનો અવકાશ જ રહેતો નથી. જે દિવસે મોક્ષ થવાનો હશે તે દિવસે મોક્ષ થશે જ. આવા પ્રકારનો નિયતિવાદ સ્વપ્રવૃત્તિનો વ્યાઘાત કરનાર છે.
જો આ વાત સાચી જ હોય તો જ્યાં ઘટાદિ કાર્યનાં અવ્યભિચારી દંડાદિ કારણ છે ત્યાં પણ પ્રવૃત્તિ કર્યા વિના ઘટાદિક કાર્ય થઈ જવાં જોઈએ. દંડ-માટી-પાણી આદિ સામગ્રી લાવીને મુકો અને કહો કે “સમ સમ ઘટ હો જાઓ” તો પ્રયત્ન વિના જ ઘટ બની જવો જોઈએ. માટે જ ગ્રંથકારશ્રી કહે છે કે જો મોક્ષના વિષયમાં “સર્જ્ય હશે તેમ થશે” આમ નિયતિવાદ તમે કહો છો. તો ઘટના અવ્યભિચારી કારણ દંડાદિકમાં પણ આમ જ થવું જોઈએ ત્યાં સી રીસ ? અર્થાત્ ત્યાં તમે કેમ આમ માનતા નથી ? અને માટીને પળાવાની-મશળવાની અને ઘટાકારે બતાવવાની પ્રવૃત્તિ કેમ કરો છો ?