________________
૨૬૦
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ થાય છે તેમ તમે જાણો. ભગવાને જોયેલામાં થોડી પણ હાનિ કે વૃદ્ધિ થતી નથી. ભગવાન પણ હાનિ વૃદ્ધિ કરી શકતા નથી. તેથી તમે શા માટે ફોગટ કાયકષ્ટ કરો છો. ઘણી ક્રિયા કરીને લોકોને તે ક્રિયા દેખાડીને લોકોને રંજિતમાત્ર કરો છો.
૧૦૨
ટબો :- નિમ જ્ઞાનીદું
પીવું છે, તિમ થારૂં છઠ્ઠું રૂમ નિશ્ચય करी जाणि दीठां, भवमांही वृद्धि हानि नथी, दीठाथी कंइ ओछोअधिको न थाइ तो स्युं कायाकष्ट करो छो ? फोकइं क्रिया देखाडीनई लोकनई रंजो छो ? कष्ट करिस्यइ तेहनइं, नही करइ तेहनइ पणि ज्ञानीनइ भव दीठा छइ तेटला ज हुस्यइ, उक्तं च नियतिद्वात्रिंशिकायाम्
ज्ञानमव्यभिचारं चेज्जिनानां माश्रमं कृथाः ।
7
अथ तत्राप्यनेकान्तो, जिताः स्म किं नु को भवान् ॥
-
(૧૬/૬૬) ૫૬૦॥
વિવેચન :- સર્વજ્ઞ એવા જ્ઞાની ભગવંતોએ કેવળજ્ઞાનથી જેનું જેનું જેવું જેવું ભવિષ્ય દીઠું હોય છે તથા જેનું જેવું ભવિષ્યમાં થવાનું હોય છે તથા જેવું સર્વજ્ઞ ભગવંતે જોયું છે આમ જ નિશ્ચયે કરીને થાય છે તેમ જાણો. તેમાં કોઈપણ પુરુષ વધઘટ કરી શકતો નથી કે ફેરફાર કરી શકતો નથી. આમ નિશ્ચયે કરીને જાણો. જે જે જીવો મુક્તિપદ પામવાના છે તે તે જીવો મુક્તિપદ પામતાં પહેલાં કેટલા કેટલા ભવ કરવાના છે ? કયાં કયાં કરવાના છે ? આમ સર્વ કિકત જ્ઞાની ભગવંતોએ જોએલી હોય છે તેમાં કોઈ પણ આત્મા કોઈ પણ જાતનો કંઈ પણ ફેરફાર કરી શકતો નથી.
હવે જો આપણા જે જે ભવો થવાના છે જ્ઞાનીએ જોયા છે તેમાં વધઘટ થવાની નથી તો સંયમ લેવાની તપ કરવાની કાયકષ્ટ સહન કરવાની શી જરૂર છે ? કાયકષ્ટ સહન કરશો અને તપજપ કરશો