________________
સમ્યત્ત્વનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન
૨૫૯ વેદનીયકર્મનો ઉદયમાત્ર જ છે અને તેને ભોગવે છે આમ જાણવું. પરંતુ ઉપસર્ગ પરિષદો સહન કરવાથી મુક્તિ થાય છે આ વાત બરાબર નથી. કારણ કે અભવ્ય જીવો પણ માખીની પાંખને પણ પીડા ન થાય તેવું ચારિત્ર પાળે છે છતાં મુક્તિ પામતા નથી.
તેથી મુક્તિ ભવિતવ્યતા પાકે ત્યારે સ્વાભાવિકપણે જ થાય છે પરંતુ ધર્મ કે તપ કે ચારિત્ર આદિ કારણોના સેવનથી કે ધર્મપુરુષાર્થથી થતી નથી. જો ધર્મપુરુષાર્થથી સિદ્ધિ થતી હોત તો મહાવીર પ્રભુનો ધર્મપુરુષાર્થ ઘણો જ જોરમાં હતો. તેમને વેલાસર મુક્તિ થવી જોઈએ. સાડા બાર વર્ષ કેમ વીતાવવાં પડ્યાં ? ગૌતમસ્વામી જેને દીક્ષા આપે તેને ત્યાંને ત્યાં જ કેવલજ્ઞાન થાય અને ખુદ ગૌતમસ્વામીને પરમાત્માના નિર્વાણ પછી જ કેવલજ્ઞાન થાય આમ કેમ બને ? માટે ભવિતવ્યતા (નિયતિ જ) પ્રધાન કારણ છે. જેનામાં મુક્તિની નિયતિ હોતી નથી એવા અભવ્ય જીવોને ઘણું તપ-જપ કરવા છતાં અને સંયમ પાળવા છતાં પણ મુક્તિ થતી નથી તેથી “ભવિતવ્યતા જ” મુક્તિનું કારણ છે.
લલિતવિસ્તરા નામના ગ્રંથમાં કહ્યું છે કે કોઈ પ્રત્યેકબુદ્ધ સિદ્ધ થાય અને કોઈ સ્વયંબુદ્ધરૂપે સિદ્ધ થાય અને કોઈક બુદ્ધબોધિતરૂપે સિદ્ધ થાય. આમ જુદા જુદા પન્નરભેદે જીવો સિદ્ધિપદને પામે છે. તેમાં પોતપોતાની નિયતિ જ પ્રધાનપણે કારણ દેખાય છે. પોત પોતાની ભવિતવ્યતાથી તેમ બને છે. આ રીતે નિયતિ (ભવિતવ્યતા) જ મુક્તિનું પ્રધાનતમ કારણ છે. પરંતુ આપણો પુરુષાર્થ તેમાં કારણ નથી. ૧૦૧ી
અવતરણ - ભવિતવ્યતાથી જ (નિયતિથી જ) મુક્તિ થાય છે. નિયતિ વિના મોક્ષનો બીજો કોઈ ઉપાય નથી. આ વાતની પુષ્ટિ કરતાં પૂર્વપક્ષવાદી કહે છે કે - જ્ઞાનીઇં દીઠું તમ જાણિ, દીઠાં ભાવમાં વૃદ્ધિ ન હાસિ | કાયા કષ્ટ કરો ઢું ફોક, ક્રિયા દેખાડી રંજો લોક II૧૦૨ના
ગાથાર્થ :- જ્ઞાની પુરુષોએ જે જોયું છે તેમ જ આ જગતમાં