________________
સમ્યત્ત્વનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન
૨૫૩ ગુણો તેના પૂર્વકાલમાં કોઈપણ જાતના ગુણો પ્રાપ્ત કર્યા વિના જ મળે છે. મોક્ષના ઉપાયભૂત એવા જ્ઞાનાદિ ત્રણે ગુણો, તેના ઉપાયભૂત બીજા કોઈપણ ગુણોની પ્રાપ્તિ વિના આવે છે આવો અર્થ થયો.
હવે જો પૂર્વમાં ગુણો મેળવ્યા વિના જ આ ત્રણ ગુણો આવતા હોય તો આ વિવક્ષિત ઉપાયભૂત જ્ઞાનાદિ ૩ ગુણો પ્રાપ્ત કર્યા વિના જ તેવા પ્રકારની ભવિતવ્યતાના યોગે મોક્ષની પ્રાપ્તિ પણ થઈ જાય છે આમ જ માનો ને? જ્ઞાનાદિ ત્રણ ગુણો પામવા માટે આટલા બધા વહ્યા કેમ જાઓ છો? આ ત્રણ ગુણો મેળવવાનો આટલો બધો આગ્રહ શા માટે રાખો છો ? જેમ પૂર્વકાલમાં કોઈ ગુણો હતા નહીં તો પણ ભવિતવ્યતા પાકી ત્યારે આ ત્રણ ગુણો આવી જ જાય છે તો તે જ રીતે ભવિતવ્યતા પાકશે ત્યારે આ ૩ ગુણો વિના મુક્તિ પણ આવી જ જશે આમ જ માનોને ?
કારણ કે જ્ઞાનાદિ આ ૩ ગુણો, તેના પૂર્વે કોઈપણ ગુણો ન હતા, છતાં કાળ પાક્યો ત્યારે ભવિતવ્યતાના જોરે આ ૩ ગુણો આવ્યા. તો તેની જેમ જ જ્ઞાનાદિ ત્રણ ગુણો વિના જ ભવિતવ્યતા પાકશે ત્યારે એટલે કે જ્યારે નિયત હશે ત્યારે આ ગુણો વિના મુક્તિ પણ થઈ જ જશે. આમ જ માનો ને? જો એમ માનીએ કે આ જીવમાં જ્ઞાનાદિ ત્રણે ગુણો શક્તિરૂપે ગુપ્તપણે છે તે જ ગુણો કાળ પાકે ત્યારે પ્રગટ થાય છે. તો તેની જેમ જ આ જીવમાં તિરોહિતપણે મુક્તિ છે જ, તે જ તેનો કાળ પાકે ત્યારે જ્ઞાનાદિ ત્રણ ગુણો પામ્યા વિના મુક્તિ પણ પ્રગટ થાય જ છે. આમ જ માનો ને!
પુર્વકાલમાં કોઈપણ જાતના ગુણ વિના જો (૩) ગુણો પ્રગટ થાય છે તો તે ગુણો વિના કાળના પરિપાકથી મુક્તિ પણ થાય છે. આમ પણ કેમ ન મનાય ! જેમ શક્તિરૂપે ગુણો હતા તે જ પ્રગટ થાય છે. આમ જેમ તમે કહો છો તેમ આ ગુણો પ્રાપ્ત કર્યા વિના જ આત્મામાં