________________
૨૫૨
સમ્યક્ત ષસ્થાન ચઉપઈ દર્શન-જ્ઞાન-ચરણ શિવહેતુ, કહો તો સ્ત્રો પહેલો સંકેતા ગુણ વિના જે પહિલાં લહ્યા, તો ગુણમાં સું જાઓ વહ્યા II
ગાથાર્થ :- દર્શન-જ્ઞાન અને ચારિત્ર આ ત્રણને તમે જૈનોએ) મુક્તિના હેત કહ્યા છે. તો કહો તો ખરા કે આ ત્રણ ગુણોની પ્રાપ્તિ પૂર્વે શું કોઈ સંકેત હતો ? શેનાથી આ ત્રણ ગુણ આવ્યા ? જો એમ કહો કે પૂર્વે ગુણો હતા નહીં અને આ ત્રણ ગુણો આવ્યા. તો પૂર્વમાં ગુણો વિના પ્રથમ સ્વરૂપે જ્ઞાનાદિ ગુણો મેળવી શકાતા હોય તો ગુણો મેળવવા માટે આટલા બધા વહ્યા કેમ જાઓ છો ? ગુણ મેળવવાનો આટલો બધો આગ્રહ શા માટે રાખો છો ? જેમ પૂર્વકાલમાં ગુણો ન હતો છતાં પણ જ્ઞાનાદિ ગુણો આવ્યા હોય, તો તે જ્ઞાનાદિ ગુણો વિના મુક્તિ પણ આવી જશે. II૯૯ll
રબો - સપાયરૂપ દર્શન-શાન-ચારિત્ર નો મોક્ષદેતુ વહો છો तो स्यो ए संकेत छइ ? ए ३ गुण जो गुण विना लहिया, तो गुणमांहि वह्या स्युं फिरो छो ? जिम गुण विना भवितव्यताई गुण पाम्या, तिम मोक्षइ पामस्यो ।
जो इम कहस्यो-पहलां गुणशक्तिं हुता, ते कालपरिपाकई विगति हुआ, तो भव्यनइं शक्तिं मोक्षभाव छइ, ते कालपरिपाकई व्यक्तिं प्रगट हुस्यइ, कारणनो तंत किहो रहिओ ? इत्यादि घणी વિત છે? શા
વિવેચન :- મોક્ષના ઉપાય સ્વરૂપે એટલે કે મોક્ષના હેતુસ્વરૂપે દર્શન-જ્ઞાન અને ચારિત્રને કહેવામાં આવે છે. તેમાંથી શું સૂચન નીકળે છે? આ ત્રણ ગુણો આવે એટલે મોક્ષ થાય. આવો અર્થ થયો પરંતુ તે ત્રણ ગુણો કોનાથી આવે? તે વાત તો ક્યાંય આવી જ નહીં. તેનાથી એ અર્થ ફલિત થાય છે કે મોક્ષ જ્ઞાનાદિ ગુણોથી મળે છે પણ જ્ઞાનાદિ