________________
સમ્યક્તનાં પાંચમા સ્થાનનું વર્ણન
૨૪૧ વિવેચન - જ્યાં એક સિદ્ધપરમાત્માનો આત્મા રહે છે ત્યાં જ અનંતા સિદ્ધપરમાત્માના આત્માઓ વસી શકે છે. કારણ કે તેઓ દૂધ અને સાકરની જેમ એકમેક થઈને (ભળીને) રહે છે.
આ દૃષ્ટાન્ત એકાન્તિક નથી એટલે કે એક દેશ પૂરતું જ મર્યાદિત જાણવું. સારાંશ એ છે કે દૂધ અને સાકરના દષ્ટાન્તમાં પ્રથમ જ્યારે એકલું દૂધ હોય છે ત્યારે તે દૂધની અવગાહનનું જે ક્ષેત્ર હોય છે તેના કરતાં તેમાં સાકર નાખીએ અને ભેળવીએ ત્યારે કંઈક અંશે ક્ષેત્રનું પ્રમાણ વધારે હોય છે. જ્યારે પૂર્વના સિદ્ધના જીવો જ્યાં રહેલા છે ત્યાં જ (અર્થાત્ તે જ ક્ષેત્રમાં) નવા આવેલા સિદ્ધના આત્માઓ પણ વસે છે. અહીં અવગાહના જુદી પ્રાપ્ત થતી નથી (ક્ષેત્રની આવશ્યકતા જુદી નથી).
વાતનો સાર એ છે કે દૂધ અને સાકર આ બન્ને દ્રવ્યો રૂપી દ્રવ્યો છે. તેથી દૂધમાં સાકર નાખવામાં આવે ત્યારે પૂર્વે દૂધ વખતે જે જગ્યા રોકાયેલી હતી તે જગ્યા સાકર નાખ્યા પછી સાંકડી પડે છે. આ કારણે માત્ર એકલા દૂધના ક્ષેત્ર કરતાં તેમાં સાકર નાખવાથી અવગાહના વધે છે. કારણ કે દૂધના પુદ્ગલોએ જે જગ્યા રોકી હતી તે સાકર આવે ત્યારે સાંકડી પડે છે તેથી દૂધના ક્ષેત્ર કરતાં સાકરનાં પુગલો ભિન્ન ક્ષેત્રમાં રહે છે. ભલે પરસ્પર ગળીને રહે છે તો પણ તે બન્નેને રહેવાનું ક્ષેત્ર કથંચિત્ ભિન્ન છે. કારણ કે તે પુદ્ગલદ્રવ્ય છે અને તેથી જ તે રૂપસહિત છે. રૂપીમાં બીજું રૂપ દ્રવ્ય ભલે ત્યારે પ્રથમના રૂપીદ્રવ્ય રોકેલું ક્ષેત્ર સાંકડું પડે છે.
જ્યારે સિદ્ધના આત્માઓ રૂપરહિત છે માટે જે જે દ્રવ્યો રૂપરહિત હોય છે તે દ્રવ્યો પરસ્પર સાથે મળીને એક જ ક્ષેત્રમાં રહે તો પણ ક્ષેત્ર સાંકડું પડતું નથી. અને તેના કારણે અધિક ક્ષેત્રની જરૂર પડતી નથી. જેમ અરૂપી ધર્માસ્તિકાય દ્રવ્ય જ્યાં છે ત્યાં જ અધર્માસ્તિકાય દ્રવ્ય પણ