________________
૨૪૨
સમ્યક્ત ષસ્થાન ચઉપઈ છે અને આકાશાસ્તિકાય દ્રવ્ય પણ છે. પરસ્પર બધાં દ્રવ્યો સાથે રહેવા છતાં ક્ષેત્ર સાંકડું પડતું નથી. તેથી અધિકત્ર રોકવું પડતું નથી. એક જ ક્ષેત્રમાં સાથે રહેવામાં અરૂપી દ્રવ્યોને કોઈ બાધા નડતી નથી.
વિંશતિવિંશિકા નામના ગ્રન્થમાં કહ્યું છે કે - જ્યાં એક સિદ્ધનો આત્મા છે ત્યાં જ અનંતા સિદ્ધના આત્માઓ વસે છે. ભવના ક્ષયના કારણે કર્મોથી મુકાયેલા છે અને કર્મથી મુકાવાના કારણે જ અનંત અવ્યાબાધ સુખને તેઓ પામેલા છે.
કોઈને પ્રશ્ન થાય કે એક જ સિદ્ધિક્ષેત્રમાં અનંતા જીવો સાથે રહે છે. એટલે ઘણી જ ગીચતાથી જ રહેતા હશે. માટે સુખી નહીં હોય પણ ઘણા દુઃખી હશે આવી શંકા નિવારવાના અર્થે કહે છે કે તેઓ અનંત સુખવાળા પણ છે અને પરસ્પર કોઈપણ જાતની બાધા પીડા વિના રહે છે. કારણ કે સશરીરી નથી પણ અશરીરી છે. માટે કોઈ પણ જાતની પીડા પામ્યા વિના સુખે સુખે રહે છે. અરૂપી દ્રવ્યોને જુદી-જુદી અવગાહના હોતી નથી. પણ
અવતરણ - મોક્ષને ન માનનાર આવો પ્રશ્ન કરે છે કે પહેલાં સંસાર કે પહેલાં મુક્તિ? બન્ને પક્ષે દોષ આવે છે જે ૮૩મી ગાથાના ઉત્તરાર્ધમાં પ્રશ્નકારે કહ્યું હતું. હવે તે વાતનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે – કાલ અનાદિ, સિદ્ધ અનાદિ, પૂર્વ-અપર તિહાં હોઈ વિવાદા ભવનિવણતણો ક્રમયોગ, શાશ્વતભાવ અપર્ચનુયોગ IIબ્રા
ગાથાર્થ - કાળ પણ અનાદિ છે અને સિદ્ધ પણ અનાદિ છે ત્યારે પૂર્વાપરના યોગમાં વિવાદ છે. ભવ અને નિર્વાણ આ બન્નેનો