________________
સમ્યક્તનાં પાંચમા સ્થાનનું વર્ણન
૨૩૯ દ્વારા આત્મ પ્રદેશોનું ચંચલપણું દૂર કરીને તે આત્મપ્રદેશોનું સ્થિતિકરણ કરે છે.
યોગનો નિરોધ થવાથી, યોગના નિમિત્તે બંધાતું સાતવેદનીય કર્મ, તેનો બંધ અટકાવે છે. તેનાથી અબંધાવસ્થા, સર્વસંવરભાવ આ જીવમાં પ્રગટ થાય છે. તથા પોતાનો આત્મા પોતાના શરીરમાં સર્વત્ર વ્યાપ્ત છે. તેમાં પોલાણ ભાગો પુરીને પોતાના આત્માનો ઘનીભૂત આકાર બનાવે છે તેના કારણે ઉંચાઈ-લંબાઈ-પહોળાઈ વગેરેમાં એક તૃતીયાંશ ભાગ હીન થઈ જાય છે. આ પ્રમાણે હીન અવગાહનાવાળા થઈને ચૌદમા અયોગી ગુણસ્થાનક ઉપર આરૂઢ થાય છે.
ચૌદમા ગુણઠાણે રહીને શેષ અઘાતી કર્મો ખપાવીને આ દેહનો ત્યાગ કરીને નિર્વાણની ભૂમિથી સમશ્રેણીએ સાતરાજ ઉપર જઈને એક જ સમયમાં સિદ્ધિસ્થાને પહોંચે છે. જીવનો સ્વભાવ ઉર્ધ્વગતિ હોવાથી ઉપર જાય છે. નીચે કે તિચ્છ જતા નથી.
સાત રાજ પ્રમાણ ઉપર જઈને લોકના છેડે પહોંચીને ત્યાં સિદ્ધ થાય છે. ત્યાંથી ઉપર અલોકાકાશ હોવાથી અને ત્યાં ધર્માસ્તિકાયાદિની સહાય ન હોવાથી સિદ્ધશીલાથી ઉપર અલોકમાં જતા નથી.
ચૌદ રાજલોક પ્રમાણ આ લોકાકાશમાં સૌથી ઉપર સિદ્ધશીલા છે ૪૫ લાખ યોજન લાંબી-પહોળી, થાળી જેવી ગોળ, વચ્ચે ૮ યોજન ઊંડી અને છેડે અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ પાતળી આ સિદ્ધશીલા છે. તે સિદ્ધશીલા લોકના છેડાથી ૧ યોજન નીચે છે. તેથી સિદ્ધ થનાર આત્માઓ આ સિદ્ધશીલા ઉપર બેસતા નથી. પરંતુ છેલ્લો સિદ્ધશીલા ઉપરનો એક યોજન પ્રમાણ જે લોકાકાશ છે તેના છેલ્લા ચોથા ગાઉમાં અને તેમાં પણ છેલ્લા છઠ્ઠા ભાગમાં ૩૩૩/, ધનુષક્ષેત્રમાં જઈને વસે છે. સિદ્ધશીલાથી તો તેઓ ઘણાં ઉંચા છે, પરંતુ તે બન્નેની વચ્ચે કોઈ