________________
૨૩૮
સમ્યક્ત ષડ્રસ્થાન ચઉપઈ ગાથાર્થ :- કેવલજ્ઞાની ભગવંતો આવર્જિતકરણ કરીને યોગનો નિરોધ કરે છે ત્યાર બાદ ત્રીજા ભાગે હીન અવગાહનાવાળા બને છે અને પાંચ હૃસ્વ સ્વરના ઉચ્ચારણના કાળપ્રમાણ આયુષ્યકર્મ પૂર્ણ કરીને સમગ્રણીથી એક જ સમયની ગતિ વડે સિદ્ધશીલા ઉપર જઈને વસે છે. ધર્માસ્તિકાય ન હોવાથી અલોકાકાશમાં ગતિ કરતા નથી. ૯૪l
બો - વનજ્ઞાની માવંત સાવર્જિતવાર વી રોજ સંધી चरम भवइ जेवडुं शरीर छइ, ते त्रिभागहीनावगाहना पामता सिद्धशीला उपरि जईनइ वसई, आगलि को न जाइ ? ते उपरि कहइ छइ, जे धर्म विना = धर्मास्तिकाय विना अलोकाकाशमांहि થસ નë ૨૪.
વિવેચન :- કેવળજ્ઞાની ભગવંતો તેરમા ગુણઠાણે બીરાજમાન હોય છે. ત્યાં ગામાનુગામ વિહાર કરવા પડે અને પરોપદેશ આપવા વડે પોતાના વર્તમાન ભવનું લગભગ આયુષ્ય પસાર કરે છે. કષાય અને મોહ વિનાના વીતરાગભાવમાં વર્તતા આ ભગવાન પોતાનાં અઘાતી જ કર્મો ખપાવવા પરોપકારમયપણે જીવન ગાળે છે જ્યારે અંતર્મુહૂર્ત જેટલું આયુષ્ય બાકી રહે ત્યારે સૌથી પ્રથમ આવર્જિતકરણ કરે છે. વિશિષ્ટ પ્રકારની જે એક યોગદશા આવે છે તેને આવર્જિત કરણ કહેવાય છે. તેનાથી કેવલી સમુદ્યાત કરવો કે ન કરવો તે જાણીને જો આયુષ્યકર્મ ઓછું હોય અને ત્રણ અઘાતી કર્મો વધારે હોય તો કેવલીસમુદ્યાત કરીને અને સમાન હોય તો કેવલી સમુદ્યાત કર્યા વિના યોગનિરોધ કરવાનું કામ કરે છે.
બાદરકાયયોગના આલંબનથી બાદરમનયોગ, પછી બાદરવચન યોગ રૂંધે છે ત્યારબાદ બાદરકાયયોગ રૂંધે છે. ત્યારબાદ સૂક્ષ્મકાયયોગના આલંબનથી સૂક્ષ્મ મનયોગ-સૂક્ષ્મ વચનયોગ અને સૂક્ષ્મ કાયયોગને રૂંધે છે. આમ આત્મપ્રદેશોની ચંચલતાને દૂર કરે છે. યોગનો નિરોધ કરવા