________________
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ અવતરણ ઃ- ગાથા ૮૨માં શિષ્યે આવો પ્રશ્ન કરેલો કે “કાળ અનંતો ગયો છે દરેક કાળે જીવો મોક્ષે જાય છે (ભરતમાંથી કદાચ ન જાય તો પણ મહાવિદેહમાંથી પણ જવાનું ચાલુ જ હોય છે) તો આ સંસાર ખાલીખમ થવો જોઈએ. હજુ અનંતાનંત જીવો કેમ બાકી રહે ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે કે
૨૩૨
-
થયા અને થાર્ચે જે સિદ્ધ, અંશ નિગોદ અનંત પ્રસિદ્ધ તો જિનશાસન સી ભયહાણિં,
બિંદુ ગયે જલધિસી કાણિ ॥૨૪॥
ગાથાર્થ :અનંતા જીવો સિદ્ધિપદને પામ્યા છે અને પામશે તો પણ તે સર્વે સિદ્ધના જીવો મળીને પણ એક નિગોદનો અંશ માત્ર જ છે (અર્થાત્ અનંતમો ભાગ જ છે). જ્યારે નિગોદના જીવો તો (તેનાથી અનંતગુણા છે. તથા મોટા એવા) અનંત સ્વરૂપવાળા પ્રસિદ્ધ છે. તેથી આવા પ્રશ્નોથી જૈનશાસનને ભય કે હાનિ કેમ હોય ? અર્થાત્ આવા પ્રશ્નોથી જૈનશાસનને ભય પણ નથી અને હાનિ પણ નથી.
પાણીથી ભરપૂર ભરેલા સમુદ્રમાંથી કદાચ એક બિંદુ પાણી કોઈ કાઢી લે, અથવા સુકાઈ જાય તો તેનાથી સમુદ્રમાં શું કાણું પડી જાય ? અર્થાત્ સમુદ્ર શું કંઈ ઓછો થઈ જાય ? ના, સમુદ્ર કંઈ જરા પણ ઓછો થતો નથી. તેની જેમ આ સંસાર સંસારી જીવોથી ક્યારેય ખાલી થતો નથી. ૫૯૨૫
ટર્બો :- ને સિદ્ધ થયા=અતીત સદ્ધાર્ં અનફ ને થાસ્યક્ अनागत अद्धाई, ते सर्व मिली एक निगोदना अनंतभागप्रमाण सिद्ध थया छइ, तो जिनशासनमांहिं सी हाणि संसारनी ? समुद्रमांहिथी बिंदु गयइ सी काणि छइ ?