________________
સમ્યક્ત્વનાં પાંચમા સ્થાનનું વર્ણન
૨૩૩
ए संख्या उत्कर्षापकर्षनिमित्त नथी, अतीताद्धाथी ( अनागताद्धा ) अनंतगुण छइ, तोड़ ते सर्व मिली एक निगोदजीवन अनंतमइ ज માારૂ જીરૂ, " પરમાર્થ ?૨ા
વિવેચન :- પૂર્વે કહેલી વાતને જ વધારે સ્પષ્ટતાથી સમજાવે છે કે અતીતકાળમાં જે જે જીવો સિદ્ધ થયા અને અનાગતકાળમાં જે જે જીવો સિદ્ધ થશે તે બધા જ મળીને નિગોદના અનંતમા ભાગ જેટલા છે.
સમુદ્રમાંથી એક બિંદુ ઓછું થયે છતે સમુદ્રને શું ખોટ પડે ? શું ઓછાશ લાગે ? સમુદ્રમાંથી એક બિંદુ જેટલું અર્થાત્ એક ટીપુ જેટલું પાણી કાઢી નાખવામાં આવે તો નિશ્ચયનયથી તેટલા પ્રમાણમાં અવશ્ય સમુદ્રનું પાણી ઓછું થાય જ છે. તેવી જ રીતે સંસારમાંથી જેટલા જીવો મોક્ષ ગયા છે અને જવાના છે તેટલા પ્રમાણમાં તે નિશ્ચયનયથી સંસારી જીવોનો અપકર્ષ (ઘટાડો) થાય જ છે અને મોક્ષની સંખ્યામાં ઉત્કર્ષ (વધારો) અવશ્ય થાય જ છે.
પરંતુ વ્યવહારનયની અપેક્ષાએ સમુદ્રમાંથી એક ટીપુ પાણી લઈ લેવામાં આવે તો ત્યાં અપકર્ષનો અનુભવ થતો નથી. કારણ કે વ્યવહારનય સ્થૂલદૃષ્ટિથી જોનાર છે. તેથી ઘણા પાણીમાંથી ઘણા મોટા પ્રમાણમાં પાણી ઓછું થાય ત્યારે જ ઓછું થયું સમજે છે. આવા પ્રકારના વ્યવહારને આશ્રયી ગમે તેટલા જીવો મોક્ષે જાય તો પણ સંસારી જીવોમાં અપકર્ષ પ્રાપ્ત થતો નથી અને ધારો કે આવા જીવો ખોબા જેટલા મોક્ષમાં ન જાય તો તેનાથી સંસારી જીવોમાં ઉત્કર્ષ (વધારો) પ્રાપ્ત થતો નથી.
સારાંશ કે સમુદ્રમાં ખોબો ભરીને પાણી નાખો કે કાઢો તેનાથી સમુદ્રમાં ઉત્કર્ષ કે અપકર્ષ (વધારો કે ઘટાડો) થતો નથી. તેની જેમ સંસારવર્તી જીવોની સંખ્યામાં કોઈ ઉત્કર્ષ કે અપકર્ષ (વૃદ્ધિ કે હાનિ) થતી નથી.