________________
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ जो :अनंतानंतराशि होइ, ते घटइ नहीं, ते माटई भव कहितां संसार ते अक्षत कहितां आखो छइ, अनइ सिद्ध पण अनंत छइ, समयानंत संख्याथी जीवानंतसंख्या घणी मोटी छड़, तिहां किस्यो बाघ नथी.
૨૩૦
जे मित ज जीव कहइ छइ, तेहनइ संसार खाली थाइ, कइ मोक्ष मांहिथी इहां आव्या जोइइ । उक्तं च
"मुक्तोऽपि वाऽभ्येतु भवं भवो वा । भवस्थ शून्योऽस्तु मितात्मवादे ॥ षड्जीवकायं त्वमनन्तसङ्ख्यमाख्य । स्तथा नाथ यथा न दोषः ॥
(अन्ययोगव्यवच्छदिका श्लोक - २९ )
जे एक निगोदनो किस्युंइ बाधक
जिवारइं पूछि तिवारइं भगवंत कहइ. अनंतभाग मोक्षई गयो. एहवइ अनंत जीववाद नथी ॥९१॥
-
વિવેચન :- અનંતા જીવો મોક્ષે ગયા છે અને જાય છે તો પણ સંસાર ખાલી કેમ થતો નથી. આવો કોઈ પ્રશ્ન કરે તો તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી ફરમાવે છે કે આ સંસારમાં જીવોની રાશિ અનંતાનંત છે તે ક્યારેય ઘટતી નથી (ઓછી થતી નથી). આ સંસારમાં જીવોની આ રાશિ ઘણા મોટા પ્રમાણવાળી અનંતાનંતની રાશિવાળી છે. તેમાંથી અનાદિકાળથી પ્રતિદિન મોક્ષ ચાલુ હોવા છતાં આવા ઘણા જીવો મોક્ષે જવાના કારણે સંસારમાં જીવોની સંખ્યા કંઈક અંશે ઓછી થતી હોવા છતાં તે રાશિ શૂન્ય થતી નથી. ફક્ત પૂર્વકાલમાં તે સંખ્યા મોટા અનંતાનંતની રાશિપ્રમાણ હતી. પછી જેમ જેમ સંસારી જીવો કર્મ ખપાવીને મોક્ષમાં જાય છે તેમ તેમ પૂર્વની સંખ્યાની અપેક્ષાએ આ
-