________________
સમ્યક્ત્વનાં પાંચમા સ્થાનનું વર્ણન
૨૨૯
આ પ્રમાણે સિદ્ધ પરમાત્માને (૧) સર્વ શત્રુગણનો નાશ થવાથી (૨) સર્વ વ્યાધિઓ દૂર થવાથી (૩) સર્વ પ્રકારના અર્થની સિદ્ધિ થવાથી અને (૪) સર્વ પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ થવાથી અનિચ્છાભાવ (વૈરાગ્યભાવ વીતરાગતા) પ્રગટ થવાથી પ્રગટ થયેલું જે સુખ છે તે સુખ અમાપ, અપાર છે તથા અનંતાનંત છે.
વિંશતિવિંશિકા નામના ગ્રંથમાં વીશમી વિંશિકાના ત્રીજા શ્લોકમાં કહ્યું છે કે -
(૧) સર્વ શત્રુઓનો નાશ થવાથી, (૨) સર્વ વ્યાધિઓનો ક્ષય થવાથી (૩) તથા સર્વ અર્થો સિદ્ધ થવાથી અને (૪) સર્વ ઈચ્છાઓની પૂર્ણતા થવાથી જે સુખ ઉપજે છે તેનાથી અનંતગણું સુખ સિદ્ધિ અવસ્થામાં આ જીવને હોય છે. (વિંશતિવિંશિકા ૨૦-૩) ઇત્યાદિ. Il૯૦ના
અવતરણ :- ગાથા ૮૨માં કોઈએ આવો પ્રશ્ન કરેલો કે ભૂતકાળ અનંતો ગયો. તેમાં અનંતા જીવો મોક્ષે ગયા છે તો આ સંસાર ખાલી કેમ થયો નથી. આવો પ્રશ્ન ત્યાં કરેલો, તેનો ઉત્તર આ ગાથામાં ગુરુજી કહે છે
ઘટઈ ન રાશિ અનંતાનંત, અક્ષતભવ નઇં સિદ્ધ અનંત। પરિમિત જીવનયÛ ભવરિક્ત
થાઇં જન્મ લહઇ કઇ મુક્તિ ll૧॥
ગાથાર્થ :- સંસારમાં જીવોની રાશિ અનંતાનંત છે. તેથી ઓછી થતી નથી. ભવ(સંસાર) અક્ષત છે અને સિદ્ધભગવંતો પણ અનંત છે. જે વાદી આ સંસારમાં જીવો પરિમિત' છે આમ માને છે તેને જ ભવ(સંસાર) ખાલી થાય અથવા કોઈ કોઈ જીવો મુક્તિ પામીને પણ ફરી જન્મ (સંસાર) પ્રાપ્ત કરે. ll૯૧)