________________
૨ ૨૮
સમ્યક્ત જસ્થાન ચઉપઈ જ ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય તો અનેકગણું સુખ ઉપજે છે. તેવી જ રીતે સર્વ ઈષ્ટ અર્થની સિદ્ધિ થતાં મુક્તિમાં અપાર સુખ ઉપજે છે તથા તે સર્વ અર્થની સિદ્ધિ સર્વકાળ રહેવાવાળી જાણીને તો કલ્પી ન શકાય તેવું અપાર સુખ ઉપજે છે.
સંસારમાં ક્યારેક ધનનું સુખ હોય તો શરીરના રોગ હોય, શરીર સારું હોય તો કુટુંબમાં ક્લેશ હોય. કુટુંબમાં સંપ હોય તો પોતાનું માન જગતમાં ન હોય તેનું દુઃખ હોય. તથા માન હોય તો પૈસો ન હોય. આમ કોઈને કોઈ દુઃખો હોય હોય અને હોય જ છે. જ્યારે મોક્ષમાં બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ ગયેલ હોવાથી નિર્વિકલ્પદશાવાળું સુખ હોવાથી અપાર અને અનંત સુખ હોય છે.
(૪) આ જીવમાં જ્યારે વધારે વિવેક પ્રગટે છે ત્યારે ત્યારે ઈચ્છાઓ પુરાવાથી જેમ સુખ ઉપજે છે તેમ અનિચ્છા થવાથી (કોઈ પણ પ્રકારના પદાર્થની ઈચ્છાનો જ અભાવ થવાથી) આવું ઉદાસીનપણાનું સુખ અર્થાત્ વૈરાગ્યનું સુખ જેમ પ્રગટ થાય છે તેમ સિદ્ધ પરમાત્માઓને અનિચ્છાનો ભાવ એ જ અનુકૂળ છે. સર્વ પ્રકારની અનિચ્છા રૂપ વીતરાગતા પ્રગટ થાય છે તેનું જ અપાર અને અનંતાનંત સુખ વર્તે છે. ઈચ્છાઓની પૂર્તિથી જે સુખ ઉપજે છે તેના કરતાં અનિચ્છાથી જે સુખ થાય છે તે અપાર અને અનંતગુણ હોય છે. આ સુખ તો જે માણે તે જ જાણે એવી આ દશા હોય છે.
જ્યારે આત્મસાધના કરવા દ્વારા આ આત્મામાં અનિચ્છાભાવ પ્રગટે છે ત્યારે કોઈપણ પ્રકારની ઈચ્છાના અભાવ સ્વરૂપ અપાર આત્મસુખ આ જીવમાં પ્રગટે છે. આવા ગુણોનો આનંદ તો જે માણે તે જ જાણે એવી પરિસ્થિતિ છે. શબ્દોથી તેનું વર્ણન કરી શકાતું નથી. આમ મોક્ષમાં સર્વ પ્રકારની કામનાઓ સમાપ્ત થઈ ગયેલી હોવાથી અનિચ્છાભાવરૂપ અપાર સુખ ઉપજે છે.