________________
૨૨૭
સમ્યક્તનાં પાંચમા સ્થાનનું વર્ણન દેખાજો વ્યતિરેક ભાવથી છે અને પાછલાં બે દૃષ્ટાન્ત અન્વયભાવથી છે. આ વાત આપણે જોઈએ અને વિચારીએ.
(૧) કોઈ વ્યક્તિને ઘણા શત્રુઓ હોય, ઘણાંની સાથે બોલવાનું થયું હોય તથા માથાકુટ કે મારામારી થઈ હોય, તેમાંથી કોઈ એકની સાથે શત્રુતા દૂર થઈ જાય અને મિત્રતા થાય તો પણ આ જીવને સુખ ઉપજે છે તો ધારો કે તે વ્યક્તિના હાથે ઘણું મોટું કોઈ કામ થાય અને તેનાથી સર્વે શત્રુઓમાંથી શત્રુતા ચાલી જાય, અને સર્વે શત્રુઓ મિત્ર થઈ જાય. પ્રતિકૂલ વર્તનારા સર્વે પણ અનુકુલ વર્તનારા બની જાય ત્યારે કંઈક ગણું સુખ તેને ઉપજે છે તેની જેમ આ આત્માના રાગ-દ્વેષ મોહ વિકાર-વાસના ઈત્યાદિ અનેક શત્રુઓ છે તે સર્વે આત્મશત્રુઓનો નાશ થઈ જવાથી ઘણું મોટું અને સર્વોત્તમ સુખ પ્રગટે છે. આ રીતે કામક્રોધ-હાસ્ય-ભય ઈત્યાદિ આત્મશત્રુઓનો સર્વેનો પણ નાશ થવાથી અનંતગણુ સુખ વર્તે છે.
(૨) આપણા આ શરીરમાં બ્લડકેન્સર, લકવા વગેરે મોટા મોટા સોળ રોગો એક સામટા પ્રગટ થયા હોય જેનાથી અપાર દુઃખ હોય ત્યાં કોઈ સારા વૈદ્યની દવાથી એકાદ રોગ દૂર થઈ જાય તો પણ ઘણો આનંદ પ્રવર્તે છે એમ કરતાં કરતાં તે જ દવાથી જો સોળે રોગ શરીરમાંથી દૂર થઈ જાય અને શરીર સર્વથા નિરોગી બની જાય તો અપાર સુખ ઉપજે છે. તેમ સિદ્ધ ભગવંતોને સર્વે પ્રકારનાં કર્મો નાશ થવાથી કર્મરૂપ વ્યાધિ સર્વ પ્રકારનો ક્ષય થવાથી અનંત સુખ ઉપજે છે. આ સુખને જે અનુભવે તે જ જાણે.
(૩) આ સંસારમાં શત્રુઓના નાશથી અને વ્યાધિઓના નાશથી જેમ સુખ ઉપજે છે તેમ મનમાં પ્રગટેલી એક ઈચ્છા જો કોઈ પૂર્ણ કરી આપે તો માનસિક ઈચ્છા પૂર્ણ થવાથી પણ આ જીવને સુખ ઉપજે છે તથા આવા પ્રકારની અનેક ઈચ્છાઓ મનમાં જે ઉદ્ભવી હોય તે બધી