________________
યોગ વિકાસ વિષયોની તિઓ માં જયારે
સમ્યક્તનાં પાંચમા સ્થાનનું વર્ણન
૨૧૫ હૃદયમાં કામાગ્નિ પ્રગટ થયો હોય ત્યારે પત્નીને સેવે છે. ખરેખર આ બધા વ્યાધિના પ્રતિકારરૂપ ઉપાયો છે. મનુષ્યો તેને સુખ છે એમ ઊંધું દેખે છે અર્થાત્ ઉલટું જુએ છે.” (ભર્તૃહરિના શતક-૩નો શ્લોક ૯૪મો)
સારાંશ એ છે કે ઈન્દ્રિયજન્ય સુખ એ સુખ જ નથી માત્ર વિષયવિકારોના દુઃખના પ્રતિકાર સ્વરૂપ જ છે. પરમાર્થથી તે ભોગો દુઃખનું જ મૂળ છે. તેનાથી દુઃખની પરંપરા જ વધે છે.
ઈન્દ્રિયોની વૃત્તિથી રહિત ધ્યાનની સમાધિથી પ્રગટ થયેલું જે ઉપશમભાવનું સુખ છે તે જ સાચું સુખ છે. આ જીવ જ્યારે સાચું તત્ત્વ જાણે છે, જાણ્યા પછી તત્ત્વજ્ઞાનથી આત્માને ભાવિત કરે છે અને ઈન્દ્રિયોના વિકારોને જિતે છે ત્યારે જ ઉપશમભાવનું સાચું સુખ આ જીવને પ્રાપ્ત થાય છે. વિષયોના ભોગ તરફની ઈન્દ્રિયોની વૃત્તિ જ્યારે વિરામ પામી જાય છે. ઈન્દ્રિયોની વૃત્તિઓ શાન્ત થઈ જવાથી જીવનું મન વિકારોને બદલે સ્વાભાવિકપણે જ ધ્યાનદશામાં જ્યારે લીન બને છે ત્યારે ધ્યાનના પ્રભાવે આત્મભાવમાં સ્થિરતારૂપ સમાધિ પ્રગટે છે. તે સમાધિના જોરે કષાયોનો ઉપશમ ભાવ પ્રગટે છે અને આ ઉપશમભાવનું જે સુખ છે તે જ પારમાર્થિક સુખ છે અને તે સુખ લાંબોકાળ રહેવાવાળું છે અને ક્યારેય તે હાનિ-વૃદ્ધિ થવાવાળું નથી. કોઈ પણ પ્રકારના પરપદાર્થની અપેક્ષાવાળું નથી. સ્વતંત્ર છે. સદાકાળ રહેનાર છે.
સંસારનું વૈષયિક સુખ એ ઉપચરિત સુખ છે અને ઉપશમભાવનું સુખ એ પારમાર્થિક સુખ છે. વિષયોની આસક્તિને ત્યજીને એક ક્ષણવાર પણ આ જીવ પોતાના આત્મામાં જ આત્મગુણોના અનુભવસ્વરૂપ આ ઉપશમભાવના સુખને જોવા માટે જો પ્રયત્ન કરે તો સાચા અનુભવથી તે ઉપશમસુખ જોઈ શકાય છે, માણી શકાય છે. અને સમજી શકાય છે. મોહના ભાવો (રાગ-દ્વેષ-ક્રોધાદિ કષાયો) આ જીવમાં પડેલા જ છે. આ જીવ તેવા રાગ-દ્વેષાદિ મોહના ભાવોને જ પ્રવર્તાવવામાં ઉદ્યમશીલ રહે